________________ ગુણાનુરાગ હોત તો નાગલા પાસે ન જાત. તેથી 12 વર્ષ ચારિત્ર પાળવાં છતાં 12 વર્ષનું નિકાચિત કર્મ બંધાયું છે. તે તોડવા હવે ૧ર વર્ષ સુધી છઠ્ઠના પારણે આયંબિલ કરે છે. શિવભૂતિના ભવમાં ભવમાંથી છૂટવા દીક્ષાની પ્રાપ્તિ માટે શિવભૂતિ અત્યંત સંવેગપૂર્વકની સાધના આરંભે છે. હવે માતા-પિતાનું બંધન ન ચાલે. એકનો એક છે. રજા મળે તે માટે ચારેય આહારનો ત્યાગ કર્યો છે. તે જ સાચો નિર્વેદ છે. નીકળવા માટેના પુરુષાર્થમાં કમીના નથી તે જ સાચો સંવેગ. આવા સંવેગવાળા મુમૂલ્લુ દીક્ષા લઈને મોક્ષમાર્ગની સાધના કરી શકશે. અમદાવાદના મિલમાલિક જેસિંગભાઈ બીજા શાલિભદ્ર કહેવાતા. પૂ. પ્રેમસૂરિ મ.સા.ની ટકોર થઈ કે જેસિંગભાઈ દીક્ષા લે તો તમારે બધાયે લેવી. 5-6 મિત્રો પૌષધમાં હતાં ત્યારે આ ટકોર કરી. પૂ. પ્રેમસૂરિ મ.સા. રત્નના પારખુ હતા. ૫મિનિટ વિચાર કરી જેસિંગભાઈએ કહ્યું, કારતક સુદ પૂનમ પછી પહેલું મૂહૂર્ત આવે અને દીક્ષા ન લેવાય તો ચારેય આહારનો ત્યાગ. આ સાંભળી પત્ની બેહોશ બની ગઈ, છતાંનિર્ણયમાં ફેરફાર નહીં આને નિર્વેદ કહેવાય.નિર્વેદવાળો આત્મા દીક્ષા લીધા પછી સંવેગ કરી શકે. શ્રીમંત ઘરમાંથી આવી ગુરુ પાસે નાના બાળક જેવું બની જવું તે નાની વાત નથી. દીક્ષા લઈને મહારાષ્ટ્રમાં દેવદ્રવ્યનાં ભક્ષણનાં સ્થાનો શુધ્ધ કરી આપ્યા. ગામની બહાર રહીને ચણાવિ. ફાકીને ગોચરી વાપરેલ છે. ત્યાર પછી જ મહારાષ્ટ્ર સમૃધ્ધ થયો છે અને ભકિત એવી કરે કે વાત ન થાય. ગોચરીમાં પણ નિર્દોષ વાપરતાં. મહારાષ્ટ્રમાં પૂ.યશોવિજય મ. ભગવાનની જેમ પૂજાતા. તત્વનિર્ણય અર્થાતુનિર્વેદ પાકો થવો જોઈએ. દોષોનો કંટાળો આવે તો જ સાચો સંવેગ થશે. એક સામાયિકમાં પણ આંશિક અનુભૂતિ કરી શકાશે. સમાધિ પામવી હોય તો સમકિત જોઈએ. કાર્યની સિધ્ધિ માટે પુરુષાર્થ જરૂરી, કાર્યની સફળતામાં બળવાન એવું જ્ઞાનસાર–૩ // 349