________________ આત્માનંદી જીવો જ્યારે આત્મધ્યાનમય બનશે, શુદ્ધાત્માનું ધ્યાન પકડીને આત્મા શુદ્ધ બને છે ત્યારે આત્મામાં રહેલા પરમાનંદને જીવ પામી શકે છે. અશાંત નિર્ભય રીતે સહજ આત્માનંદને ભોગવે. પ્ર. અરિહંતના શુદ્ધ સ્વરૂપને પકડી આપણો આત્મા કેવી રીતે શુધ્ધ બને? જ. તેના અને આપણા સત્તાગત શુદ્ધ આત્મામાં કોઈ ભેદનથી માટે તેમને પકડવાથી–તેમના શુધ્ધાત્માનું ધ્યાન કરવાથી આપણને આપણા શુદ્ધ આત્મા પર બહુમાન-ઉપાદેય-રુચિ આવે. વર્તમાનમાં જે અશુદ્ધ આત્મા છે, તેમાંહેય-ઉપાદેયના પરિણામ આવે તો તેને શુદ્ધ કરવાનો પુરુષાર્થ અરિહંતના આજ્ઞાયોગ મુજબ થાય. આત્મતત્વનો અવબોધ આત્માને પૂરેપૂરો હોવો જોઈએ. નહીંતર એકતને પકડી લેશે. સત્તાગત શુદ્ધ અવસ્થા અને વર્તમાન મલિન અવસ્થામાં ઉપાદેય-હેય અવસ્થાનું ભાન થવું જોઈએ. આત્મવીર્યને બેવિભાગમાં પ્રવર્તમાન કરવાનું છે. આત્માની સત્તાગતા શુધ્ધ ઉપાદેય અવસ્થામાં ધ્યેયની ધારણા કરવાની છે તો ધ્યાન પ્રાપ્ત થશે અને ઉદયગત આત્માની અશુધ્ધ હેય અવસ્થામાં આત્મવીર્ય ઉદાસીનભાવે પ્રવર્તશે. આત્મવીર્ય યોગ કાયામાં પ્રવર્તમાન છે. કાયામાં ગૌણરૂપે અર્થાત્ ઉદાસીન ભાવે પ્રવર્તમાન થાય અને આત્માના ગુણમાં વીર્યને અપૂર્વ ઉલ્લાસપૂર્વક ફોરવાવનું છે અર્થાત્ આત્મામાં જ્ઞાન ઉપયોગની પ્રધાનભાવે વીર્યપ્રવર્તે ત્યારે તે કાયામાં હોવા છતાં કાયાથી નિરાળા રહેવા અનિત્યભાવના મય બને. પુદ્ગલથી ચેતન ન્યારો છે. વર્તમાનમાં પુદ્ગલોને જ્ઞાતા-દષ્ટારૂપે જાણે છે. પુદ્ગલ એ હું નથી, હું તો નિરંજન-નિરાકાર શુદ્ધ આત્મદ્રવ્ય છું. તે ધ્યાન લાગતાં ભેદ–પ્રક્રિયા થશે અને શરીર અને આત્માને વેગળા જાણશે. જ્ઞાનસાર-૩ || ૩પર