________________ વડે વસ્તુનો નિર્ણય થશે. તેની રુચિ પરિણામ થશે. તે માટે અદમ્ય ઝંખના ઊભી થાય. તેની ઝંખનામાં બાકી બધું ગૌણ બની જાય અને આત્મામાં જ સ્થિરતાનો ભાવ થશે પછી તે અપૂર્વ પુરુષાર્થ કરશે. રુચિ વધતી જશે. ભૂખ વધતી જાય તે પ્રમાણે રુચિ પ્રવર્તમાન થાય. જેટલી તીવ્ર ભૂખ તેટલી ઝંખના પણ તીવ્ર બનશે. 1 તત્ત્વથી પરમાત્માના દર્શનથી પાપ નાશ ક્યારે? પરમાત્માની શુદ્ધ અવસ્થાનું અર્થાત્ ગુણાવસ્થાનું ધ્યાન સ્વાત્મામાં તે ગુણો પ્રગટ થાય અને તેની રુચિ પૂર્વક કરવામાં આવે તેટલા અંશે પાપનાશ થાય. આત્મા નિર્મળ બને, મિથ્યાત્વનો નાશ થાય, શુધ્ધ ગુણોમાં જીવ આત્મા–રમણતાને પામે અને પરમાત્માના આંતર–વૈભવનું દર્શન થાય. "ભાસ્યો આત્મ-સ્વરૂપ-અનાદિનો વિસર્યો હો લાલ..." સ્વ-પરમાત્માની દોષરૂપ અશુદ્ધ દશા જોઈજિર્ણોદ્ધાર કરવાનું મન થાય છે? જીવ જ્યારે પુગલમાં રમે છે ત્યારે રાગાદિભાવની સ્પર્શના થાયત્યારે જે સુખની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે ત્યારે તે "વિષોર્મિ" અર્થાત્ વિષની લહરીઓના ઉદ્ધાર (ઓડકાર)ને અનુભવે છે. જેમ તૃષાતુર માનવી પાણી-પાણીના પોકાર કરે છે તે રીતે સતત પુલને ઝખતો આત્મા જીવનમાં અપૂર્ણરહી દુર્ગતિ તરફ ઢસડાઈ જાય છે. જે આત્માના જ્ઞાનામૃત પર આવરણ લાવે છે તે તોડવા માટે સર્વજ્ઞ વચનનો અવબોધ પૂર્ણ થાય, સત્તાગત શુધ્ધ અવસ્થા અને વર્તમાન મલિન અવસ્થાનો બોધ થાય અને તે તરફ શુધ્ધ-સત્તાગત અવસ્થા આત્મ-વીર્યનો પુરુષાર્થ થાય તો જ આત્માની અશુધ્ધદશા જોઈજિર્ણોધ્ધાર કરવાનું મન થાય. સમ્યગ્દર્શન આવે એટલે પોતાની વીતરાગ દશાને અનુભવવાની જ્ઞાનસાર-૩ // 354