________________ સંયમ ગ્રહણ કર્યું હોય માટે રુચિતો સંસારની જ છે. તેથી જીવને રખડાવનાર થાય. સાધનામાં અનુકૂળતા ગમે છે તો સંસાર જ ગમે છે. સહન ન થાય અને પ્રતિકૂળતા સહન ન કરી શકે તે વાતભિન્ન છે. પરંતુ પ્રતિકૂળતાથી દુર જવાનું કે દૂર થવાનો ભાવ ન થવો જોઈએ નહીંતર સંસાર જ લલાટે લખાયેલો છે. સમ્યગુદર્શન હોય એટલે મોક્ષની રુચિ હોય જ, સંસારની રુચિ ન જ હોય બને તલવાર એક મ્યાનમાં સાથે ન રહી શકે. અચર્ભાવર્તિવાળને મોક્ષની રુચિ ન હોય તેથી સંસારની જ રુચિ હોય. મોક્ષ પર બહુમાન આવે ત્યારે અનુમાન થાય કે સમકિત છે. ભવદેવનાં ભવમાં અજ્ઞાનતા હતી. ભાઈના સ્નેહના કારણે તાજી પરણેલી નાગીલાને છોડી ભાઈ–મહારાજને મૂકવાં જાય છે. મોહની હાજરીમાં આત્મા ગમે તેવો ત્યાગ કરી શકે છે. પત્નિ અને ભાઈ બંને પર મોહ હતો. સાધુતા પર મોહ નહતો. મારો ભાઈ તે સ્નેહરાગ જ હતો. કર્મકૃત સંબંધ પર રાગ હતો તેથી ભાઈ કાળ પામતાં જ નાગલા પાસે પહોંચ્યા. પ્ર. મરિચિને વાંધો શું આવ્યો? જ. કર્મકૃત પર્યાયથી કુળનો રાગ થયો માટે નીચકુળમાં જન્મ લેવો પડયો ગુણકૃત રાગ આવે તો પ્રશસ્ત રાગ કહેવાય. રાગના પ્રમાણમાં ઘટાડો થતો જાય તો પ્રશસ્ત ઘટે. તેથી આત્મા ગુણની અભિમુખ બનતો જશે. પ્ર. રાગની માત્રા વધે તો ગુણ વધે જ નહીં ને? જ. ન જ વધે. પણ રાગ ગુણ કે ગુણી સન્મુખ રૂપે થાય તો જેમ ગૌતમ સ્વામીને પ્રભુ પ્રત્યે પ્રશસ્ત રાગ હતો તે ધીમે-ધીમે પાતળો થતો ગયો અને પ્રભુ જતાં જ કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભવદેવને ગુણમાં બહુમાન ન હતું. કર્મકૃત જ રાગ હતો તેથી મોટાભાઈ ભવદત મુની સ્વર્ગે જતા નાગલા પાસે પહોંચ્યા. જો ગુરુ પ્રત્યે જ્ઞાનસાર-૩ || 348