________________ ચાલુ જ રાખેલો છે.વેશ છૂટયો પણ પુરુષાર્થ છુટયો નથી. ચારિત્ર મોહનીયનો ઉદય આવ્યો તેથી વેશ છૂટી ગયો. પરંતુ પુરુષાર્થ હતો તેથી અભિગ્રહ કરીને રહ્યા કે દરરોજ ૧૦ને પ્રતિબોધ કરવા. વેશ્યાના સ્થાનમાં પ્રતિબોધ કરવા એ નાની–સૂની વાત નથી. આવા સ્થાનમાં આવનારા પુરુષો કેવા હોય!૧૨ વર્ષ સુધી રોજ ૧૦ને પ્રતિબોધ કર્યા તેથી પુરુષાર્થને રોકવાની તાકાત કર્મની નથી તે સાબિત થાય છે. શિવભૂતિનાંભવમાં ચારિત્રના ભાવથયા પરંતુ માતા-પિતાએ રોકતા તે તો નિમિત્ત કારણ છે. પોતાનું ચારિત્ર–મોહનીય ઉદયમાં છે. તેથી માતા-પિતા રોકી રહ્યાં છે. પૂર્વે બાંધેલું નિકાચિત છે તે ભાન થયું એટલે તે નિકાચિત કર્મને તોડવા પુરુષાર્થ શરૂ કરી દીધા. ટૂંકમાં... પુરુષાર્થ આત્માએજ કરવો પડે. પશ્ચાતાપનો પરિણામ પણ આત્માનો પુરુષાર્થ છે. તેનાથી નવા કર્મોહબંધાતા નથી અને ઉદયમાં આવેલાં કર્મોની નિર્જરા કરી શકે છે. પશ્ચાતાપ અત્યંતર તપ રૂપ હોવાથી તપ કર્મ નિર્જરાનું કારણ બને. | સર્વજ્ઞ–તત્ત્વનો સ્વીકાર થાય તો વસ્તુ તત્ત્વનો નિર્ણય પાકો થશે - જે આપણને શિવભૂતિમાં દેખાય છે કે તેમને પરબ્રહ્મની તૃપ્તિ જ જોઈતી હતી. પુદ્ગલની તૃપ્તિ ખપતી ન હતી. તે માટે તેમણે 12 વર્ષ છઠ્ઠને પારણે છઠ્ઠ તપ કર્યા. અર્થાત્ અનુકૂળ પુદ્ગલના ભોગને છોડીને વિશુધ્ધ બાહ્ય તપનો ભોગ કર્યો જેથી ચારિત્ર મોહનીય કર્મના રસનો નાશ કર્યો, જુવ અનુયાયી વર્ષ: જબૂસ્વામિનાં ભવમાં ચારિત્રના પરિણામ રૂપ પૂર્ણાનંદની પરમ તૃપ્તિ કરી. a ભવ કોને કહેવાય? આત્માનું જે ન હોય અને કર્મે આપ્યું અને આપેલાનો સ્વીકાર કર્યો તે જ 'ભવ' કહેવાય. પ્ર. પહેલાં ત્યાગ કોનો કરવાનો? માતા-પિતા એકબાજુ ઉપકારી જ્ઞાનસાર-૩ || 346