________________ થાય ત્યાં સુધી સંવેગનો પરિણામ નથી. નિર્વેદ થાય તો જ સંવેગ થાય. નિર્વેદ - મિથ્યાત્વ, અવિરતિ–પરની આસક્તિ-કષાય દોષની વેદનાથી રહિત થવાનો ભાવ (વેદ-વેદના) અનુકંપા - વર્તમાનમાં મોહની પીડા છે તેથી સહનશીલતા ખૂટે છે માટે 'નર્વસ થઈ જઈએ છીએ. આત્માને જ્યારે આત્માનું ભાન થાય ત્યારે તે પહેલાં કરુણા, પોતાના 'આત્મા' પર આવે ત્યારે–આત્માને પોતાના આત્માની અનુકંપા થશે કે અહો! અનંત-શક્તિનો માલિક એવો મારો આત્મા કર્મોને કારણે કેવો પરવશ બની ગયો છે? જે શુભ કર્મના ઉદયથી જે જે આત્માને મળ્યું છે તે છોડવાનું છે. સુધર્મા સ્વામી, જંબુસ્વામીને અનાદિના બંધનોને તોડવાનો ઉપાય બતાવી રહ્યાં છે. સંયમ અને તપ. ૯૯ક્રોડ સોનામહોર એને વગર મહેનતે મળેલા છે છતાં જંબુસ્વામીને છોડવાનું મન થઈગયું શા માટે? પૂર્વભવમાંઅનુબંધ પાડેલો, પૂર્વમોહદશામાં ભાઈના સ્નેહથી ચારિત્રનો સ્વીકાર કર્યો, પણ પત્ની નાગલાનું ધ્યાન નછૂટયું. તેથી બાર વર્ષ ચારિત્રવેશમાંરહેવા છતાં ચારિત્રમોહનીયનિકાચિત કર્મબંધાયું. પછીના શીવકુમારના ભવમાં તે વાત સમજાઈ ગઈ હતી. તેથી 12 વર્ષ ગૃહાવસ્થામાં છઠ્ઠને પારણે નિર્દોષ આયંબિલ કર્યા. પૂર્વના નિકાચિત અનુબંધ તપ વડે તોડ્યા અને ચારિત્રના અનુબંધ પાળ્યા. જંબૂસ્વામીને પુણ્યના કારણે સુધર્માસ્વામીનો યોગ મળ્યો, પરંતુ પુરુષાર્થ તો પોતે જ કરવો પડે. પુણ્યથી સામગ્રી મળે પણ પુરુષાર્થ થાય જ તેવું એકાંતે નથી. તેથી પુરુષાર્થ તો સ્વયં કરવો પડે, ભગવાન પણ માર્ગ બતાવે પણ પુરુષાર્થ તો સ્વયં કરવો પડે. પુરુષાર્થનથવાનો પરિણામ અને પુરુષાર્થ કરવો તે બને ભિન્ન છે. પુરુષાર્થ કરવાનો ભાવ પરિણામ તો જોઈએ જ. નંદીષેણ મુનિએ ઘોર પુરુષાર્થ કર્યો, છઠ્ઠ–અટ્ટમ વિ. નો તપ કર્યો પણ નિકાચિત કર્મનો ઉદય હતો તેથી નિકાચિત કર્મનાં ઉદયના કારણે દીક્ષા લીધી પછી પડયા પોતાનો પુરુષાર્થ તો જ્ઞાનસાર-૩ || 345