________________ કોઈ જીવ પીડા ન પામે તેમ હું પણ કોઈ જીવને મારા તરફથી પીડા ન આપનારો થાઉં, તે મૈત્રીભાવ છે. કોઈ પાપ ન કરો તેવી જીવ ભાવના ભાવે છે. આત્મા ધ્યાનમાં જશે ત્યારે પોતાનો આત્મા બીજાની પીડામાં નિમિત્ત ન બને તેવી 'વીર્ય-પ્રવૃત્તિ આદરશે અર્થાત્ પોતાનું આત્મવીર્ય સ્વગુણોમાં પરિણમન પામશે. જેનાથી સામેનાને પીડા થાય તેવી પ્રવૃત્તિનો ત્યાગ થશે. આ રીતે સાચા અર્થમાં તે મૈત્રીનું કાર્ય કરે છે. સંયમ જીવનમાં જ એ વિશેષ રૂપે થઈ શકે છે. દા.ત. ગજસુકુમાલ મુનિને માથે સસરાએ ખેર'ના અંગારા મૂક્યા "ધ્યાન'નો ભાવ હતો તેથી અંગારાને જમીન પર ન મૂક્યાં નહીંતર અંગારાને પણ હલાવ્યાં કહેવાય અને જમીન પર જીવો હોય તેને પણ નુકશાન થાય. તેથી જેમ છે તેમ જ રહેવા દીધાં. - મૈત્રાદિ 4 ભાવો જીવ સંબંધી' છે. - અનિત્યાદિ ભાવો 'અજીવ સંબંધી' છે. - અજીવ પ્રત્યેનો રાગ અનિત્યાદિ ભાવથી રોકવાનો છે. - જીવ પ્રત્યેનો દ્વેષ મૈત્યાદિ ભાવથી રોકવાનો છે. આત્માને પોતાના અશુધ્ધ આત્મા પર જ કરૂણાનો પરિણામ પ્રગટ થવો જોઈએ. તે પ્રગટ થતો નથી તેથી અનાદિકાળથી આત્મા ભ્રમણ કરી રહ્યો છે તેથી આત્માને વેદના-પીડા સહન કરવી પડે છે. જિનની આશા સિવાયનું સર્વબંધન રૂપ લાગવું જોઈએ. શાલિભદ્રના આત્માને પુણ્યનો ઉદય છે શરીરનું સુખ પણ સારૂ છે છતાં જે ક્ષણે આત્માને ભાન થયું કે મારા માથે માલિક, તે તેને બંધન રૂપ લાગ્યું. જિનેશ્વર-ભગવંત સિવાય કોઈની પણ આજ્ઞા માનવી પડે તે બંધન છે. આપણને આ જાતનો અનુભવ નથી. મિથ્યાત્વના કારણે આત્માને ભાન ન જ્ઞાનસાર-૩ || 344