________________ જિનવચન અનુસાર રે" સર્વત ચિત્ત અનુમોદીએ સમકિત બીજ નિરધાર રે" (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) સભૂત ગુણોની અનુમોદના–કોઈપણ જીવબાકાત રહેવા ન જોઈએ એ જ ગુણાનુરાગનું લક્ષણ છે. વિષયો રૂપી સંસ્કાર = ઈદ્રિયોનો વિલાસ ઈદ્ર = આત્મા. આત્માને જણાવે તે ઈદ્રિય. તે ઈદ્રિય તુર્ત જ પુદ્ગલોને પકડી વિકારભાવ પામી જાય છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે. તેમાં સારા કે ખોટાપણું માનવું તે મોહનો વિકાર છે. - તત્ત્વદષ્ટિથી જે નિર્ણય થાય છે તે વાસ્તવિક નિર્ણય કહેવાય. - તત્ત્વદષ્ટિ વિના જે નિર્ણય થાય છે તે પર્યાય દષ્ટિનો નિર્ણય પ્રમાણભૂત ન ગણાય. તત્ત્વદષ્ટિ -સ્વને સ્વ તરીકે રુચિ પૂર્વગ્રહણ કરવું પરને પરતરીકે ઉદાસીન ભાવે જોવું પણ તેમાં ડૂબવું નહીં. પરપુગલમાં ડૂબવું એટલે જ ઈદ્રિયોનો વિલાસ જે રાગ-દ્વેષરૂપે આત્મામાં પરિણમે છે. પરમાં જે તટસ્થતા રાખવાની છે તે છૂટી જતાં કર્મો દ્વારા રાગ-દ્વેષનાં ગાઢ સંસ્કાર ભેગા થાય. જેમ અપચો થતાં ખરાબ ઓડકાર આવે છે તે જ રીતે રાગ-દ્વેષ ભાવ ઈદ્રિયો પર દબાણ કરશે કંપની શોધશે પછી કથા કરશે. આત્મા સિવાયની કથા એ વિકથા છે. જેનો રસ તેની વાતો બહાર આવે તેવા જ ઉદ્દગાર (વિષયોના) વ્યક્ત થશે. ઈષ્ટના સંયોગોના ઉદ્દગાર બહાર પડશે પણ આત્માએ આત્માની જ વાતો કરવાની છે. એકબીજાનાં અનુભવ લેવાના છે તેને બદલે વિકથા જ થાય છે. કેમકે આત્માના સ્વભાવ અને સ્વરૂપને જાણતા નથી. આત્માનો ખોરાક તત્ત્વ છે તે તત્ત્વ જેમ-જેમ પરિણમતો થાય તેમ તે બહાર મૌન બને તો આત્માની અંદરના પરમતત્ત્વબહાર આવશે. જ્ઞાનસાર-૩ || 342