________________ કેમકે ત્યારે સ્વ-સ્વભાવને પામવાનો ભાવ ભૂલાઈ જાય છે. ક્ષત્રિય બચ્ચો પોતાના સત્વથી જ બહાદુર બને. કોઈના નામથી બહાદુર તરીકેની ઓળખાય. સારા ઓળખાવું એ આત્મા સાથે કરેલી છલના છે જ્યારે આપણને આપણા સત્તાગત પ્રભુ ગમવા જોઈએ. આથી તે મય બનીએ તો બીજું બધું સ્વેચ્છાએ છુટતું જાય છે. પ્રભુની ગમતી વાત પકડવા બધાને ગમતી વાત આત્માએ છોડવી પડે. માન કષાયના ઉદયથી બીજાઓથી પોતાને મોટા માને આથી હું કોણ? હું ચક્રવર્તી સમ્યમ્ દષ્ટિ જાણે છે કે આ બધી મોટાઈઓમાં જો હું આસક્ત બનીશ તો વાસ્તવમાં પ્રભુતા રૂ૫ મારા આત્માના ગુણવૈભવને નહીં માણી શકું તેથી તે બહારમાં આસક્ત નહીં બને. "ધ્રુવપદ–રામી સ્વામિ હો માહરા, નિકામી ગુણરાય". (પૂ. આનંદઘનજી) નિત્ય એવા ધ્રુવપદને પામવા સ્વાત્માના ગુણપદનાં સ્વામી બનવાનું છે. આથી જો ધ્રુવપદ રૂપ નિશ્ચયનો ખ્યાલ નહીં હોય તો તે પહેલાં પોતાની આત્માની પૂર્ણતા બહારમાં અર્થાત્ કર્મકૃત ભાવોમાં માનશે. (ચક્રવર્તી ખંડનો સ્વામી પોતાને માનશે.) જે સાધુ ૭માં ગુણઠાણે સતત જવાના લક્ષવાળા હોય તે વ્હે ગુણઠાણે સ્થિરતા પામે. નહીંતર અહીં પણ બહારના ક્ષેત્રોને સર કરવામાં પ્રભુત્વમાનશે. પોતે અસ્થિરબનશે બીજાને પણ અસ્થિર બનાવી દુર્ગતિમાં ચાલ્યો જશે.આમ જો જીવને આત્માનો નિશ્ચયનો હોય તો તે શાસનનો પ્રત્યનિક (વૈરી) બનશે. કેમકે સ્વ–આત્માની અનંત જ્ઞાનાદિ સંપતિની પૂર્ણતાને બદલે બાહ્ય શિષ્ય ભક્તાદિ સંપત્તિનો સ્વામી બનવાનો પ્રયત્ન કરશે. જીવ મિથ્યાત્વની વાસનાથી વિષયોમાં તૃપ્તિ માની બેઠો છે વિષયો રૂપીવાસનાનાં સંસ્કારથી ઘેરાયેલા પુગલો ભોગવવામાં મૂઢબની વિષયોમાં જ્ઞાનસાર–૩ // 340