________________ વિષયોથી જ કષાયોની વૃદ્ધિ થાય છે - આ સામાન્ય કષાય છે પણ માન કષાય વધવો એ વિશેષ કષાય છે. વૈક્રિયાદિલબ્ધિ જે શક્તિરૂપે પ્રગટે તેમાં માનકષાય ન થવું જોઈએ. દા.ત. મુનિ સ્થૂલિભદ્રએ પ્રગટેલી શક્તિનો ઉપયોગ પોતાની મહત્વકાંક્ષા માટે કર્યો તો ચાર પૂર્વઅર્થથી ન મળ્યા. પ્ર. મહત્વકાંક્ષા શું કરે? જ. પોતાને જે અલ્પ-શક્તિ મળી તેમાં જ પૂર્ણતાનો આરોપ માની લે પોતાને બધા કરતા મહાન માને તેથી આત્માનો વિકાસ થતો અટકી જાય. છે. શાનની મહત્વકાંક્ષા–જિજ્ઞાસા તે કેવી છે? તે પૂર્ણતા તરફ લઈ જનારી છે. માટે તેની મહત્વકાંક્ષા આત્માને તારનારી બને છે. જે જે સત્તામાં ગુણો છે તે મોહના ઉદયમાં વિકાર રૂપે પરિણમે છે અનેવિપરિત પ્રવૃત્તિ કરાવે છે અને જે આત્માકર્મથી મળેલી શક્તિનો ઉપયોગ બહારની પ્રાપ્તિ માટે કરે છે તો તે મહા-અનર્થનું કારણ બને છે. દા.ત. સુભૂમ ચક્રવર્તી જેને મિથ્યાત્વનો તીવ્ર ઉદય, તેની સાથે પુણ્યના ઉદયે, પ્રથમ સંઘયણ– રાજ સત્તાની પ્રાપ્તિ, તે જીવને માટે મહા અનર્થ રૂપ બને માટે આપણે પણ જો આત્માને આત્મા તરીકે નહીં સમજીએ અને મળેલી સામગ્રીનો ઉપયોગ આત્મહિત માટે નહીં કરીએ તો આત્મા માટે પણ તે મહાઅનર્થકારી બનશે. મોટા ભાગના જીવો શરીરમાં જ સુખ માની તેમાં જ તૃપ્તિને માને છે પણ તે 'મિથ્યા–ભ્રાંતિ છે. કેમકે કર્મનાં સંયોગોને જ પોતાનું માની તેમાં સુખ માની બેઠો છે. શરીર પુદ્ગલોનું બનેલું છે અને તેના માટે અનુકૂળ પુગલોની શોધમાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે. આથી આત્માના સુખથી વંચિત રહી જ્ઞાનસાર-૩ || 338