________________ પુદગલમાં સુખાભાષનો ભ્રમ કરાવી જીવને તેમાં મૂઢ બનાવી ભવભ્રમણ કરાવે છે. અનાદિથી શરીર વળગેલું હોવાથી શરીર સંબંધી તૃષ્ણા વધારી શરીરની આળપંપાળમાં જ પડયો રહે છે અને પુદ્ગલ પિંડમાં જ સુખની અનુભૂતિ કરે છે. પણ શરીરને જે ગ્રાહ્ય છે તે આત્મા માટે અગ્રાહ્ય છે પણ મિથ્યાત્વ તેને શરીરમાં જ ગ્રાહ્ય–બુદ્ધિ કરાવે છે. જીવદૂધ-ઘી વિ.માં મધુરતાનો સ્વાદ માને અને માણે છે. વિગઈઓ કરતાં ફૂટ વધારે મારે છે. કેમકે તેમાં રાગ વધારે થાય છે. માટે તે આત્માના સત્ત્વને હણનારું છે. વિગઈઓ વિકાર કરે છે અને ફૂટ રાગ વધારે છે. પ્ર. આયંબિલની મહત્તા શું? જ. આયંબિલનું ભોજન મહાસત્ત્વને પ્રગટાવે કારણ વાપરતા સ્વાદને મારવો પડે રાગ તોડવો પડે. આયંબિલમાં સ્વાદનો લક્ષ છૂટી જાય તો શુભ-શુદ્ધ ધ્યાનને પ્રગટાવવામાં નિમિત્ત બને. રાગાદિ ભાવ સત્ત્વની હાનિ કરાવે છે. અર્થાત્ પર-પુદ્ગલ સાથે રહેવા માટે પરવશ બની જાય છે. તે પરવશતા છૂટે તેટલી આત્મ-વીર્યશક્તિ પ્રગટે તો આત્માને પોતાના ગુણમાં મોજ કરાવે. આહારનો રસ–તેમાં રાગન ભળે તો તે રસ છ ધાતુ રૂપે વિકાર રહિત થઈ પરિણમતાં આત્મામાં સ્વ-શક્તિનું ઓજસ પાથરશે. 0 60,000 વર્ષ સુંદરી ચારિત્રનાં ભાવમાં કેવી રીતે ટકી શકી? તે ભાવ 60 હજાર વર્ષ આયંબિલ દ્વારા ટકયો. આયંબિલ તપથી મોહની સામે લડવાનું સત્વ પ્રગટ થાય અને આત્મા વિષયને આધીન ન થાય પણ વિષયોને જીતી લ્ય. આત્મામાં સુખનો અભિલાષ સદાયે રહેવાનો છે. કેમકે તે આત્મામાં જ રહેલો છે પણ મોહનો વિકાર તેને પરમાં લઈ જાય છે. પરમાં સુખની ભ્રાંતિ ઊભી કરે અને વિષયોનો યોગ મળતા તેમાં સુખ મળ્યાના ભ્રમથી આસક્ત થાય તે જ પ્રમાણે સુધા વેદનીયને દૂર કરવા સુધાને જેટલી જ્ઞાનસાર-૩ || 336