________________ સ્વને ઓળખ્યો નહીં તે જ મોટી અજ્ઞાનદશા, તેમાંથી બહાર નીકળી અને સ્વને ઓળખીને વ્યવહાર - ઔચિત્યપૂર્વકનો કર. ૧રમે ગુણઠાણે મુનિને સર્વથા વિકલ્પ રહિત–મોહ રહિત– શુદ્ધ અત્યંત એકાંતે અધ્યાત્મ સ્વભાવને જ ભોગવવાની વૃત્તિ છે. વૃત્તિક્ષય છે. અર્થાત્ આત્મવીર્ય આત્માના પૂર્ણ આનંદને ભોગવવામાં પરિણમન પામે છે. ઈચ્છાયોગને કાઢવા પ્રશસ્ત ઈચ્છાયોગ જોઈએ. તે પ્રશસ્ત ઈચ્છાયોગ સ્વભાવ સન્મુખ બનતાં તે પ્રશસ્ત ઈચ્છાયોગ પણ ચાલી જાય છે. સાધુ માટે નિરાલંબન ધ્યાન છે. તે માટે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિચયનું ધ્યાન જરૂરી. ધર્મધ્યાન અને શુકલધ્યાનનો વર્તમાનમાં અભ્યાસ પાડવાનો છે. જેથી બીજા ભવમાં મોક્ષમાર્ગમાં આગળ વધવું સરળ થાય. સર્વજ્ઞ વચન પ્રમાણે-સમ્યદર્શન આવ્યા પછી ધ્યાનનો અધિકારી બનાય છે. કેમકે વસ્તુનો નિર્ણય આ જ છે. અર્થાત્ ભેદજ્ઞાન થાય પછી પરથી અભેદ રૂપે થયેલા આત્માનો ભેદ કરવાની રુચિને કારણે આગળ વધશે. ધ્યાનનો અધિકારી બને. ત્યારબાદ ધ્યાન ભેદ–પ્રક્રિયા કરશે. પર સાથેનો મોહ સંબંધ છોડશે અને 'સ્વ'માં સ્થિર થશે. ત્યવતીય મતિયામ વસતા પ્રથો સ્વતઃ પર સંયોગ સંબંધથી જેમ મમતા છૂટી જશે તેમ સમતા આપમેળે આવી જશે. રાગમાં દ્વેષની છાયા પડેલી છે. શરીર એ હું છું એ મમતા જ શરીર પર રાગ કરાવે છે. સમતામાં જવા માટે ઉચિત–વ્યવહાર અને ભાવનાઓ ઉત્કૃષ્ટ સાધન છે. લોકો જેને તૃપ્તિ માની સંસારમાં દોડી રહ્યા છે તે વાસ્તવમાં તૃપ્તિ નથી પણ તૃષ્ણા છે તેને દૂર કરવા પરબ્રહનિશુધ્ધ એવા–આત્મામાં રમણતા કરવી જોઈએ. પોતાના જ ગુણ પોતાની પાસે હોવા છતાં જીવ સુખની શોધ બહાર કરે છે એ જ મોતનું કાર્ય છે. જે પરમાં અભિલાષ કરાવે છે તેનું મૂળ કારણ લોભ છે. મિથ્યાત્વ મોહ પુગલમાં આદર કરાવી લોભ મોહનીય જ્ઞાનસાર-૩ || 335