________________ છે. અનુત્તરમાં તત્ત્વ વિચારણા છે, આચરણ નથી સંતોષનું પરમ સુખ છે. માટે જ સાધનામાં સ્વ લક્ષ નિર્ણિત થવું જોઈએ. મારે મારા શુદ્ધ અનંત જ્ઞાન ગુણને પ્રગટ કરી તેનાં આંશિક આનંદને અનુભવવો છે. 0 મુનિ કેવો હોય ? ગના લોકો કેવા છે? જેને સર્વજ્ઞ–દષ્ટિ મળી નથી - જ્યારે આપણને તો મળી છે. તેથી મિથ્યાત્વમાંથી બહાર નીકળી આત્મામાં રહેલું આત્માએ સાધવાનું છે. સાધુની દષ્ટિ કેવી હોય? તત્ત્વ- રમણતામાં લીન બની આત્માનુભવના આનંદને વેદતો હોય અને જગતવિષે મૌન હોય તે મુનિ. મુનિએ તત્વનું સંવેદન કરી સ્વભાવને માણવાનો છે. સર્વ શેયનો જ્ઞાતા બની સ્વગુણના જ ભોગી બનવાનું છે. બાકી બધું જીવ માટે અભોગ્ય. આ તત્ત્વન સમજાય ત્યાં સુધી પરમાં જીવ આસક્તિ પૂર્વક રહેવાના પ્રયત્નવાળો થશે તો વિશેષથી પ્રયત્નવાળા બની ઉદાસીન ભાવે રહેવાનું છે અને આત્મ દ્રવ્ય પર પ્રેમ કેળવવાનો છે. માત્ર પ્રવૃત્તિથી મૌન નહીં પણ વૃત્તિથી મૌન કેળવવાનું છે. વર્લૅનિજ ગુણ ભોગે અર્થાત્ પરમાં ઉદાસીનતા. પરભાવનો અભાવ થાય તો નિજગુણનો ભોગી થાય. પ્ર. આત્મા સ્વરૂપે કેવો છે? જ. પરિણમન સ્વભાવવાળો છે. આત્મગુણોમાં આત્મવીર્યનું જવું એટલે નિજ ગુણને ભોગવવા તો સમતા-સુખનો અનુભવ થશે. "આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી.." (પૂ આનંદઘનજી મ.) ચેતન કો પરખ્યો નહીં, ક્યા હુઆ વ્રતધાર શાલ-વિહોણી ખેત મેં, વૃથા બનાઈ વાડ." (અધ્યાત્મ બાવની) જ્ઞાનસાર–૩ // 334