________________ આશક્ત થવા વડે તૃષ્ણાને ગાઢ બનાવે. વિષયની વાસનામાં અનુબંધ સંસ્કારરૂપ નિકાચિત અનુબંધ કર્મ બંધાય, જે અનેક ભવો સુધી ચાલે. હું છોડી નિજ રૂપ, રમ્યો પર પુદ્ગલે ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણા જલે' અનાદિથી જીવ પોતાના સ્વભાવમાં નરમવાના કારણે તે વિષયોમાં સહજ રમે છે તેથી હવે નિજને પકડી આત્માએ પરને છોડવું પડે. મિચ્છ રદરદા મિથ્યાત્વરૂપી વાસનાના જે સંસ્કાર આત્મામાં પડેલા છે તેનો સંપૂર્ણ પરિહાર થયા પછી સમ્યકત્વ ગુણને ધારી રાખવો. અર્થાત્ સર્વજ્ઞ વચન રૂપ જે આલેખન છે તેને તું ધારી રાખ. તું સત્તાએ સિદ્ધ છે, એ વચન ધારી રાખવાનું છે અને તું શરીર નથી પણ આત્મા છે એ ઉપયોગથી આત્મામાં ધારવાનું છે. શરીરની મમતા–આસક્તિ તોડવાની છે અને આત્માને તરવા માટે જિનવચન એ જ આધાર છે તે માટે સ્વાધ્યાયમાં રત બનવાનું છે. શરીર સારું બનાવવાનું શોભાવવાનું મન થાય આથી સતત પુદ્ગલના સાધનોની ઝંખના થાય તેથી તૃષ્ણા વધતી જાય. સાધુને મેલા કપડાં - મલ પરિષહ - એ એનો શણગાર છે લોક કરતાં તેનો માર્ગ વિરૂધ્ધ છે. ધાર તલવારની સોહિલી, દોહિલી ચૌદમાં જિનતણી ચરણસેવા (5. આનંદઘનજી) તલવારની ધાર પર ચાલવું હજી સહેલું છે પણ પરમાત્માના માર્ગે તેમની આજ્ઞાનું પાલન કરવું અત્યંત અઘરું છે. (દોહિલું) પરમાત્માના આજ્ઞાનાં ચાહક જ જિનશાસનને પામવાના અધિકારી છે. તે માટે જડ ચલણ ન અપનાવવું. સામાને પણ આપણો સુંદર પ્રતિભાવ પડે એવું સરળ અને નિખાલસવર્તન હોવું જોઈએ. ઔચિત્યવ્યવહારથી સામેના પર સુંદર છાપ પાડી શકે છે. જ્ઞાનસાર-૩ || 341