________________ બન્યા છે તો તેનો જ પહેલો ત્યાગ શા માટે કરવાનો? જ. સૌથી પહેલુંમોહનું બંધન માતા-પિતા છે. માતા-પિતાનો આત્મા તરીકે સ્વીકાર કરવાનો માતા-પિતા તરીકે નહીં. પરંતુ તેઓ પણ આત્મા છે તે સ્વીકારો. મારી માતા તે રીતે સ્વીકારશો તો તેમના બંધનમાં બંધાશો અને મોહમાં ફસાશો. તેને બદલે માતાને આત્મારૂપે જુઓ. માતાને મોહના બંધનમાંથી છોડાવી અને આપણે પણ મોહનાં બંધનમાંથી છૂટી જઈએ તો જ માતા પ્રત્યે અને સ્વાત્મા ઉપર ઉપકાર કર્યો કહેવાય. મોહના બંધનમાંથી આત્માને છોડાવવો તે પરમ ઉપકાર, ઋષભદેવ પરમાત્માએ મોહના પૂર્ણબંધનથી પોતાના આત્માને છોડાવી પ્રથમ ઉપકાર કર્યો પછી પોતાની માતા મરુદેવી પર ઉપકાર કર્યો. પુત્રના સ્નેહમાં આંધળી બનેલી માતા પર ઋષભે, સ્નેહથી જોયું પણ નહીં. તેથી માતા મોક્ષમાં ગયા... કેવું કલ્યાણકારી છે આ જિનશાસન! મહાવીર સ્વામી ભગવાનને ત્રણ જ્ઞાન હતા, સમ્યગદર્શન છે તેથી વિવેક પ્રગટ થયો કે મારા તરફના મોહના કારણે જો હું દીક્ષા લઈશ તો કદાચ માતાનું અકાળે મૃત્યુ થશે અને વર્તનમાં મોહનું પરિણામ પણ જોયું કે ગર્ભનું હલનચલન બંધ થતાં માતાની આ દશા થઈ તો હું દીક્ષા લઉં તો માતાની શું સ્થિતિ થશે? તેથી જ વિવેકપૂર્વક ઔચિત્ય જાળવવાનું છે. માતા-પિતાનું પણ ઔચિત્ય તો જાળવવાનું જ છે. સમકિતિથી રુચિનો પરિણામ જ્યાં સુધી પૂર્ણતા નથી, વીતરાગતા નથી આવી ત્યાં સુધી જ રહે, પેટ ભરાઈ ગયા પછી ભુખ નથી, તે રીતે હેય-ઉપાદેયના ભાવવિતરાગ સર્વજ્ઞનબને ત્યાં સુધી હોય પછી વસ્તુ માત્ર શેયરૂપે લાગે. ભવદેવના ભવમાં ભાઈ પ્રત્યેનાં સ્નેહનાં કારણે 12 વર્ષ સુધી ચારિત્ર પાળેલું પરંતુ મનની અંદર 'નાગીલા'નું ધ્યાન ચાલતું. સમકિત વિના જ્ઞાનસાર-૩ || 347