________________ વિશ્રામ પામી જાય અને આત્માની શાશ્વતતા અને અભેદતા સંબંધ સમજાઈ જતાં આત્માની બહાર મનનું વિચરણ બંધ કરતાં આત્મામાં રહેલાં શાંત-રસ તે માણી શકે છે. મનને પરમાં નિસારતા સમજાશે ત્યારે તે 'સ્વ' માં જશે. સ્વરૂપ અનુભવાત્ ના પદ તિઃ દા.ત. સનતકુમાર ચક્રવર્તી - 3 ભવ પૂર્વે રાજા-૫૦૦ રાણીઓ છતાં શ્રેષ્ઠિકન્યાને પરણ્યો-તેનામાં લીન થયો. તેથી બીજી રાણીઓએ ભેગા મળી કામણ પ્રયોગ કર્યો - રાજાથી વિમુખ બની - મરી ગઈ– છતાં રાજા તેને છોડતો નથી. પ્રધાનો વિચારે છે કે હવે આ રાણીને જલ્દી નહીં લઈ જશું તો રાજા ગાંડો બની જશે. તેથી રાણીના મૃતદેહને જંગલમાં મૂકી આવ્યા. શરીર શિયાળ વડે ખવાયું, હાડપિંજર પર કીડીઓના તથા માખીઓના થરના થર વ્યાપ્ત અને આંખો બખોલથી બિભત્સ બની બેડોળ અવસ્થાને ત્રીજા દિવસે રાજાએ જોતા વૈરાગ્યને પામી ગયો. શરીરની આ અસારતા પત્નીના સંબંધની નિસારતા સમજાઈ ગઈ તેથી તેના ફળ રૂપે રાજા–રાજર્ષિ બની ગયા. વસ્તુને યથાર્થ રૂપે સમજશું તો જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આવશે. તો જ આત્માના ગુણોને ભોગવવાની સાચી ઝંખના ઉભી થશે. આથી જ ક્રમસર કહ્યું છે સહ્યામિ - રિયામિ - રોમિ - પાલિ - પામિ અને અનુપાનિ - વારંવાર પાલન થતાં-ક્રમસર તે રીતે અનુભવતાં કષાયથી રહિત અવસ્થા આવશે ત્યારે તે શાંતરસનો અધિકારી બનશે. પ્રતિકૂળતામાં આત્મા સાવધાન બની કષાયને છોડશે અને ગુણનું ચિંતન કરશે અને સમતાથી પ્રતિકૂળતાને વેદશે. એમ સમ્ય રીતે વારંવાર થવાથી આત્મા સમતા રસનો અર્થાત્ શાંત-રસાસ્વાદનો અધિકારી બને. "જેમ તન-મન વિષયમાં, તેમ આતમ લીન, તો શાણમાં શિવ-સંપદ વરે, ન ધરે દેહ નવીન..." (યોગસાર) જ્ઞાનસાર-૩ || 278