________________ આત્મામાં પૂર્ણ રમણતા કરી નથી. તે આત્મામાં રહેવાનું કેવી રીતે? "કાયાનો સાખીધર રહ્યો, અંતર આતમ સ્વરૂપ શું શાની" (5. આનંદઘનજી મ.) કાયા કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે કર્મ આપણો દુશ્મન છે. તેથી કાયા પણ આપણી દુશ્મન છે આપણે દુશ્મનને પકડીને બેઠા છીએ તો શું ઉદ્ધાર થાય? દુશ્મન એવી કાયા પર પણ સમત્વ ભાવ કેળવવાનો નથી. ૪થે ગુણઠાણે સમકિતી-કાયાને સાક્ષીરૂપ-સહાયરૂપ માની તેની સાથે ઉદાસીન ભાવે વ્યવહાર કરે તેથી તેને તીવ્ર પાપો બંધાતા નથી. માટે જ સૌ પ્રથમ આત્મ-તત્વનો નિર્ણય થવો જોઈએ. આત્મા–અને તેના ગુણો મારા. એમ ન થાય ત્યાં સુધી જ વિષય–ત્યાગદુર્લભ છે. નિર્ણય થતાં જ તેને વિષયો પ્રત્યે દષ્ટિ કરવાનું પણ મન નહીં થાય. 0 અત્યારે આત્મા કેવો છે? "દુઃખનો દ્વેષી અને સુખનો રાગી." दुःख द्विद्, सुख लिप्सुः, यां यां करोति चेष्टा, तया तया दुखं समादत्ते। (પ્રશમતિ) અત્યારે આત્મા દુઃખનો દ્વેષી છે અને સુખમાંલેપાયેલો છે. તેથી જે જે ચેષ્ટાને કરે છે તેમ તેમ તે ચેષ્ટા વડે દુઃખનો જ આદર કરે છે. તેથી જ... "પરલથાણ તે દુઃખ કહીએ–નિજ વસ્તે સુખ લહીએ." આત્મગુણોથી જ સુખ પામી શકાય. આથી પરમાત્માએ સર્વસંયોગો છોડી નિસંગ બનવાનું કહ્યું છે. 'ત સંગ સંબંધ, સબંતિનિખ વિિરબં જ્ઞાનસાર-૩ || 276