________________ કષાય અને વિષયોથી જીતાયેલો આત્મા જ સંસાર છે. અર્થાત્ સંસાર, આત્મામાં છે. આત્માની બહાર નથી અને મોક્ષ પણ આત્મામાં જ છે. કષાયો અને વિષયોને જિતનાર આત્મા એ જ મોક્ષ છે. વિષય કષાય રૂપ ભાવ સંસાર જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, રૂપ વિભાવરૂપ છે અને કર્મ અને તેના ઉદય રૂપ ચાર ગતિની પ્રાપ્તિતદ્રવ્ય સંસારએ અઘાતિ કર્મના ઉદયરૂપ છે. આયુષ્યનામાદિ અઘાતિ કર્મના ઉદયથી જીવને જે શરીર રૂપ, આકાર, નિરોગીપણું અનુકૂળ સંયોગો, તથા ધનાદિ બાહ્ય સંપત્તિની જે પ્રાપ્તિ થાય તેનાથી જીવ પોતાને મહાન–સુખી માને, અને પોતાને લોકમાં સુખી તરીકે જીવન જીવી રહ્યો છે તેવું લાગવું તે, ઔદયિક કર્મના ઉદયથી પ્રાપ્ત કર્મફળ અવસ્થા–બાહ્ય સંયોગ રૂપ સંપત્તિ છે. તે ઉપાધિજન્ય, મિથ્યા અભિમાનને કરનારી, સ્વપ્નની જેમ માત્ર કલ્પનારૂપ તૃપ્તિ છે. "અભિમાનીકી કેમ?" કોઈગામડિયો માણસ અથવા બાળકો રેતીના મહેલ બનાવી, રેતીમાં સૈચાદિથી પોતાને રાજા માની ખુશ થાય - તો રાજા ન હોવા છતાં પોતાને રાજા માનવું તેમિથ્યા–અભિમાન રૂપ કહેવાય. તેમ આ કર્મના ઉદયથી ભલે સંપત્તિ, ધન, વૈભવ, રાજ્યાદિ મળી જાય પણ તે કાયમી નથી, જીવ તેના સાચા માલિકનથી.ગમે તે ઘડીએ તે બધું કર્મ સત્તાવિપરિત થતાં જતા વાર ન લાગે તેથી તે સ્વપ્નવત્ છે. એક રાજા–એકનો એક પુત્રબિમાર અંતિમ અવસ્થા, રાજ્યનું સર્વ કામ છોડી પુત્રની સેવામાં, ઉજાગરા, થાકના કારણે રાજાને ઘસઘસાટ ઉંઘ આવી, સ્વપ્નમાં રાજાને પોતાના બાર પુત્રો જણાયા, પરાક્રમી-શૂરવીર, રૂપવાન બધા રાજ્યોને જીતી રાજા સમ્રાટ બન્યો. બાર પુત્રો રાજાની સેવામાં હાથ જોડી, આજ્ઞા પાળવા તત્પર, રાજા અત્યંત ખુશખુશાલ તેટલામાં રાણીનો જ્ઞાનસાર-૩ // 283 -