________________ રડવાનો અવાજ આંખ ખુલી. બીમાર પુત્રની આંખ કાયમી મીંચાણી-રાજા સ્તબ્ધ - આશ્ચર્યમાં - રાજા શું તમને પુત્ર મરણનો કોઈ શોક - દુઃખ નથી લાગતું?" રાજા કહે "કોને રહું? બાર ગયા તેને કે એક ગયો તેને?" આખખોલી તોબાર પુત્રો ગયા. રાજાને સ્વપ્નમાં પ્રાપ્ત પુત્ર–રાજ્ય સમૃધ્ધિ સ્વપ્નપૂરતિ તેમ કર્મના ઉદયથી જે કંઈ પ્રાપ્ત થાય તે પણ કર્મના ઉદય પૂર્ણ થાય એટલે ચાલી જતા વાર નહીં. છતાં મિથ્યાત્વના ઉદયે તે સર્વને પોતાની માની તેના પર મમતા કરી અને હું બધાથી 'મોટો' બધાથી વધારે સુખી-સમૃધ્ધ છું આવી મિથ્યા તૃપ્તિ કલ્પના રૂપે પ્રગટ થાય અને તે દુઃખ કરનારી થાય. આથી મિથ્યાત્વ એ મુખ્ય કારણ છે. મિથ્યાત્વથી જે પોતાનું નથી તે બધામાં મારાપણું-સ્વામિપણું આવે. જીવને જ્યાં મારાપણું ત્યાં સ્વાર્થરુચિ પરિણામ આવે. આત્મામાં સ્વાર્થભાવરુચિ પરિણામ ગુણ તરીકે પડેલો છે તે મિથ્યાત્વના ઉદયે રુચિ-પરિણામ પર વસ્તુમાં જશે. દા.ત. શરીર મારું છે તો પોતાપણું આવશે તો આત્માને શરીરમાં રુચિ થશે. માતાને પોતાના બાળકમાં મારાપણાનો ભાવ સહજ પણ પાડોશીમાં નહીં. દા.ત. માતાને પોતાના બાળકમાં મારાપણું સહજ આવશે. પડોશીના બાળકમાં નહીં આવે કારણ? પોતાનું માનેલું છે. મિથ્યાત્વના ઉદયથી વસ્તુ પરમારાપણાનો ભાવ છે. હા, સમ્યગદષ્ટિ માતાને બહારથી ફકત રહેશે પરંતુ અંદરથી મારાપણું ન રહેવું જોઈએ. વિનશ્વર પર્યાયવાળા એવા દ્રવ્યોમાં મારાપણાનો ભાવ શું કામનો ? કેમ કે તે સદાયે સાથે રહેવાના તો નથી - તો પછી શાશ્વત એવા આત્મા સાથે જ પ્રીતિ બાંધને, જેથી માનેલા મારાના વિયોગમાં પણ દુઃખ ન થાય. શાશ્વત એવો આત્મા અને આત્માના ગુણો જ જ્ઞાનસાર–૩ || 284