________________ પ્રવૃત્તિ કરવી પડે તે કરે પણ તેમાં વૃત્તિ ભળેલી ન હોય, જે કરવું પડે તેનો પણ પશ્ચાતાપ હોય.મિથ્યાત્વીને પર–વસ્તુ મેળવવાના એકધારા ભાવ ચાલ્યા જ કરે છે તે રોદ્રધ્યાન. કેમ કે મેળવવાની આસક્તિ છે. ન મળે તો મેળવવા ગમે તે પાપ કરવા તૈયાર થઈ જશે. આ તૃષ્ણા તેને દુર્ગતિમાં ધકેલી દે છે. - વિ અનુયાથી વીર્ય . જ્યાં રુચિ ત્યાં આત્મ-વીર્ય જાય છે. મમ્મણે વિચાર્યું - મારે બે રત્નોવાળા બળદ બનાવવા છે. એટલે તે પોતાની કલ્પનાથી ગ્રસિત થયેલો ઈષ્ટને મેળવવા માટે તૃષ્ણાને કારણે વેદના ભોગવે છે. આ વેદના ન ભોગવવી પડે માટે સતત પોતાના સ્વભાવમાં જ રહેવું ઘટે. સંસારની સકલ સંપત્તિ એ બધી પુદ્ગલના પુંજ (ઢગલા) રૂપે જ છે તે જ્યારે મળે ત્યારે તેને સંતોષ–અહોભાવની પ્રાપ્તિ કરાવે છે. જે અહોભાવ આત્મામાં કરવાનો હતો તે કષાયને વશ જીવ પુદ્ગલ પ્રત્યે અહોભાવ કરે છે. પ્ર. સાધુ જીવનમાં ઉપકરણ કેવા જોઈએ? કેમ? જ. ઉપકરણ સાદા, નિર્દોષ અને સંયમને સાધક હોવા જોઈએ. નહીંતર આદર આત્માના ગુણોમાં જવાને બદલે કિંમતી ઉપકરણોમાં જશે અને તેનો રાગ વધશે-પર વસ્તુનું મૂલ્ય આત્મામાં વધશે, તો સંસાર વધી જશે. સાધુ બનેલા સહસ્ત્રમલને રત્નકંબળ પ્રત્યેના રાગના કારણે ઉત્સુત્ર પ્રરૂપક અને ઉન્માર્ગ સ્થાપક શાસન પ્રત્યેનીક થયો. સમ્યગ્દષ્ટિને પુણ્યના ઉદયથી પ્રાપ્ત રત્નો–સોના વિ. ઉપાધિ રૂપ લાગશે જ્યારે મિથ્યાત્વની એ જ સંપત્તિ સુખરૂપ લાગશે. પરિવાર પણ અનુકૂળ મળ્યો હોય તો તે પુગલ પર જ મમતા કરશે. માયાવાળો મધુર વચનરૂપ ચાતુર્યદ્વારા પોતાનું કાર્ય કરી લેશે. સારાએવા સ્વજનથી પરિવરેલો આત્મા–બસ આ બધાથી પોતાની જાતને મહાન માનશે અને આ મારાપણાથી જ તે સુખ પામશે- સ્વામીપણાનું સુખ માનશે પણ આ બધી સંપત્તિ જવાના સ્વભાવવાળી છે. જ્ઞાન સાર-૩ || 287