________________ જન્મ તેનું મરણ, સર્જન તેનું વિસર્જન આ કુદરતના અટલ નિયમો છે. (3) ઔદયિક રૂપઃ કર્મના ઉદયથી જે વસ્તુ મળે તે ઔદયિક કહેવાય. આત્માની તમામ સંપત્તિ કર્મના ક્ષયથી કે ક્ષયોપશમથી કે ઉપશમથી જ મળશે, પણ શુભ કે અશુભ કર્મના ઉદયથી ન મળે. માત્ર મનુષ્યભવ, પ્રથમ સંઘયણાદિ સામગ્રી ગુણ સંપત્તિ પ્રગટ કરવામાં સહાયક બને. પણ કર્મના ઉદયથી જે કઈ શરીર સંપત્તિ, ધનાદિ સંપત્તિ કે રાજા, ચક્રવર્તી કે તીર્થકરાદિ કોઈ પણ પદની પ્રાપ્તિ જે કોઈ પુણ્યથી મળે તે બધું અતે જીવને છોડવું ફરજિયાત છે. આથી જ્ઞાની ભગવંતોએનિશ્ચયથી સર્વઔદયિક ભાવને હેય કહ્યો છે. સંપત્તિ આદિ પણ ઔદયિક હોવાથી કર્મના ઉદય પૂર્ણ થતાં અવશ્ય જનારી છે. (4) પરાધીનરૂપ - આત્મા અને આત્મામાં રહેલા ગુણો તે જ જીવને આધીન છે. આથી તે પ્રગટ થયા પછી આત્માની સાથે ને સદા રહેનારા અને આત્મા સદા તેમાં કોઈની પણ સહાય લીધા વિના સહજ સદા રમી શકે. એ સિવાય આત્માને જે કંઈ કર્મના સંયોગ રૂપ- શરીરાદિ બધી બાહ્ય સામગ્રી, સંપત્તિ, સત્તાદિ બધી પરાધીન છે. તેથી તેના માલિક સદા બની શકતા નથી. પણ તેના માલિક બનીને જીવે પરાધીન બનવું પડે છે. તેથી રક્ષા, આદિ કરવામાં ચિત્તચિત્તાદિ ભાવને પામી પોતાના સમતારસના પાનને ગુમાવે. (5) સત્તાગત આત્મગુણ સંપત્તિ-સ્વરૂપ કર્મબંધના કારણભૂત –બાહ્ય સંપત્તિ - રાગ દ્વેષને ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત છે. જેટલી બાહ્ય સંપત્તિ, પરિવાર, પદ, પ્રતિષ્ઠા, સત્તાદિ પ્રાપ્ત થાય તેના વડે જીવ પોતાની મહત્તા, મોટાઈ, મનાવવા વડે માન કષાય અને મારા પણા વડે મમતા બાંધવા વડે લોભ કષાય, બીજા સાથે તુચ્છ–હલકાઈ ભાવ કરવા વડે– ક્રોધ અને સંપત્તિ આદિ મેળવવા, સાચવવા, માયા, મૃષાવાદનું સેવનાદિ કરવા વડે અઢાર પાપસ્થાનનું સેવન કરવા વડે આઠે કર્મના બંધ થવા વડે આત્માની ગુણ સંપત્તિ પર કર્મનું આવરણ આવે અને આત્મા જ્ઞાનસાર-૩ || 289