________________ માટે મુનિપણું સાધવાનું છે, નહીંતર મુનિપર્ણ નિષ્ફળ જશે. જ્ઞાન-દર્શનાદિ પાંચ ગુણો આત્મા સાથે તાદાભ્યભાવે રહેલાં છે. જ્ઞાન કર્મના સંપૂર્ણ આવરણ હટી જાય ત્યારે તે ગુણો પૂર્ણ પ્રગટ થાય. માટે પૂર્ણ ગુણોને પ્રગટ કરવા પુરુષાર્થ કરવાનો છે. જો જ્ઞાન દષ્ટિવિપરીત હોય તો આચાર ગમે તેટલા ઊંચા હોય તો શું કામના? તે ગુણસ્થાનક પર આરોહણ કઈરીતે કરાવે? અર્ણિકાપુત્ર આચાર્ય માટે સાધ્વી વરસતા વરસાદમાં ગોચરી લાવ્યા. તરત પૂછ્યું "શું તમને જ્ઞાન થયું? પ્રતિપાતી કે અપ્રતિપાતી?" અપ્રતિપાતી જ્ઞાન સાંભળતા જ અર્ણિકા પુત્ર આચાર્ય ભગવતે કેવલીની આશાતનાની ક્ષમા માંગી. તે વખતે એમ ન વિચાર્યું કે હું આચાર્ય છું" આ સાધ્વી છે તેની પાસે કેમ ક્ષમા મંગાય? તે ન વિચાર્યું પણ કેવલી છે તેની અશાતનાન કરાય. આથી તેઓ પણ કેવલી બની ગયા. તૃપ્તિ બે પ્રકારની - પુદ્ગલથી થતી તૃપ્તિ અને આત્માથી થતી તૃપ્તિ. આત્માથી થતી તૃપ્તિ તે જ કહેવાય જે આત્માને તાદાભ્ય સ્વરૂપે પ્રાપ્ત કરાવે. (ગુણોની એકતા સધાવે) પુદ્ગલ વડે જે આત્મા તૃપ્ત થાય છે તેમાં આરોપ કરે તે જ્ઞાનીઓને ઘટતો નથી. પુદ્ગલનો નિયમ પૂરણ–ગલના સ્વભાવનો છે. શરીરને હંમેશા પુદ્ગલોની જરૂર પડે પણ પુદ્ગલનો નિયમ છે પૂરણ–ગલના સ્વભાવ. શરીર હંમેશા પુદ્ગલોની અપેક્ષા કરશે. કારણ આહાર પુગલોથી જ તેનું સર્જન થયું છે અને આહારથી પુષ્ટ થયું છે. પુદ્ગલ રૂ૫ શરીર છે તેથી પુગલના પૂરણ સ્વભાવને કારણે શરીરને જેમ જેમ પૌષ્ટિક આહારના પુગલો આપો તેમ તેનો ઉપચય થવાના કારણે શરીર તગડુ બનતું જાય અને આહાર - પાણીના પુદ્ગલો આપવાનું જોનિરંતર બંધ કરો તો શરીરનો અપચય–શરીર ઘટવા માંડે. કારણ પુદ્ગલનું ગલન સ્વભાવ છે. ઉપચય રૂપે જોડાયેલા પુદ્ગલ પરમાણુ ધીમે ધીમે બધા છુટા પડે. ગમે તેટલું તગડુ શરીર હોય પણ તેમાંથી આત્મા નીકળી જાય પછી તે શરીરમાંથી ધીમે ધીમે બધા પુદ્ગલો છુટા પડતા શરીર રૂપે કંઈ અસ્તિત્વ પણ નહીં રહે. આથી શરીરાદિ પુદ્ગલ પર્યાયો જ્ઞાનસાર-૩ || 301