________________ જેમ પુદ્ગલ દ્રવ્ય આત્માથી ભિન્ન છે. એક રૂપી અને બીજું અરૂપી છે. બંને સ્વભાવ અને સ્વરૂપથી ભિન્ન હોવાથી પુદ્ગલદ્રવ્ય આત્મ-દ્રવ્યમાં ભળી શકતું નથી. તે જડ છે આથી જો તે આત્મામાં પ્રવેશી જાય તો જડ પણ ચેતનામય બની જાય, પણ એ ઘટના ઘટવાની નથી. એક આત્માના કર્મો બીજા આત્મામાં સંક્રમી ના જાય. a એક આત્માના કર્મો બીજા આત્મામાં સંકમી ન શકે. આત્મામાં રહેલાં કર્મો પણ બીજા આત્મામાં પ્રવેશી શકતા નથી. જ્યારે આત્મા ક્ષપકશ્રેણિ માંડે ત્યારે શુકલ ધ્યાનાગ્નિમાં બધા જીવોનાં કર્મો ખપી જાય તેવી શુકલધ્યાનની અગ્નિની શક્તિ હોય છતાં પણ આવું થતું નથી, થશે નહીં અને થવાનું પણ નથી. ભગવાન 'સવિ જીવ કરૂં શાસનરસી' ભાવના ભાવે છે. તેઓ પણ બધાં આત્માનાં કર્મો બાળી શકયાં નથી. આથી દરેકે પોતાના કર્મો પોતે ખપાવવા પડે. 7 કોઈના ગુણ કે દોષ કોઈમાં પ્રવેશી શકે નહીં. એક આત્મામાં રહેલાં ગુણો–બીજા આત્મામાં રહેલાં દોષો તે પણ એકબીજામાં પ્રવેશી શકતાં નથી. ગોશાળાની સોબતની અસર પરમાત્મા પર ન પડી. જે આત્મા અસર લે તેને થાય ન લે તેને ન થાય. આ આત્મતત્ત્વનો નિર્ણય થઈ જાય તો આ અસર ન થાય. પર તિ સમાપ, જ્ઞાનીન ન યુજ્યતે | પર તૃપ્તિનો સમારોપ જ્ઞાનીઓ યોજતાં નથી. બીજા પણ આરોપ ન મૂકાય કેમ? કોઈ આપણા પરચોરાદિ ખોટો આરોપ મૂકે તો આપણને ન ગમે? કેમ? આપણને જગતમાં સારા થઈને રહેવું છે. સાચા નથી થવું. અર્થાત્ જેમ આપણને ખોટો આરોપ નથી ગમતો તો બીજાને કેમ અપાય? અર્થાત્ પુદ્ગલથી મને તૃપ્તિ થાય છે તે આરોપ કઈ રીતે કરાય? 0 પુદ્ગલોથી તૃપ્તિ થાય તેવો આરોપ કોણ કરી શકે? જ્ઞાનસાર-૩ || 304