________________ દેવલોકના સુખને ભોગ્ય માનશે. પ્ર. અભવ્યનો જીવ લઘુકર્મી કઈ રીતે થાય છે? જ. અકામ–નિર્જરાથી દ્રવ્યથી લઘુકર્મી થશે અર્થાત્ યથાપ્રવૃત્ત કરણ અંત:કોડાકોડિ કર્મની સ્થિતિ થશે. ગ્રંથિ દેશે આવે પણ સકામ નિર્જરા તો તે કરી જ ન શકે અર્થાત્ ગ્રંથિભેદન જ કરી શકે. અંગાર મઈકાચાર્યને જયણાનો પરિણામ નહતો તેથી રાતના કોલસી પર ચાલતાં મહાવીરનાં જીવડાચૂં–ચૂંકરે છે. છતાં પગ મૂકે છે તેથી જયણાનો ભાવ નથી તેથી મરીને ઊંટ થાય છે. તેથી બધા જ અભવ્યો માં ગ્રેવેયકમાં જાય તેવો નિયમ નહીં, દુર્ગતિમાં પણ જઈ શકે. પ્ર. અભવ્યનો પણ આત્મા દ્રવ્યથી ચારિત્ર ક્યારે પાળી શકે? અનંતાનુબંધી કષાયના પ્રકારો (1) અનંતાનુબંધી - અનંતાનુબંધી જેવો (ર) અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાનીય જેવો (3) અનંતાનુબંધી - પ્રત્યાખ્યાનય જેવો (4) અનંતાનુબંધી - સંwવલન જેવો અભવ્યનો આત્મા અનંતાનુબંધી સંજવલના ઘરમાં આવે ત્યારે જ તે દ્રવ્યથી નિરતિચાર જેવું ચારિત્ર પાળી શકે. આપણે પણ અચરમાવર્તમાં ચારિત્ર પાળ્યું પરંતુ તેનો લાભ ન થયો. આત્મતત્વની વાણી સાંભળવી ગમે છે તો તે ભવ્ય છે. અભવ્યને અનુકંપા, સંવેગ કે નિર્વેદના પરિણામ આવે જ નહીં. ગુણનું બહુમાન અને દોષ પ્રત્યે પશ્ચાતાપ ન આવે. તે આત્મતત્ત્વની વાણી રુચિપૂર્વક સાંભળવી ગમે છે તેથી ચરમાવર્તિમાં આપણે આવી ગયા છીએ તે નક્કી થઈ ગયું. જ્ઞાનસાર–૩|| ૩રર