________________ જેવું છે તેવું તે કહી શકે છે. મોક્ષ જેવો છે તેવો જ જણાવી શકે છે પરંતુ મિથ્યાત્વનો પરિણામ ઊભો છે તેથી જ્ઞાનથી જે જણાય અને જણાવવા છતાં પણ સંસારના ત્યાગની અને સ્વઆત્મગુણોને અનુભવવાની સદા માટેની રુચિ અભવ્ય જીવને પોતાના આત્મામાં ન થાય. દા.ત. ચારિત્ર લેવા જેવું છે. જાણીએ છીએ - જણાવીએ છીએ પણ બીજા લે તો ગમે. પણ પોતાને ચારિત્ર લેવાની રુચિ ન થાય. તેથી આપણામાં પણ મિથ્યાત્વ ઊભું છે. જે વસ્તુની શ્રદ્ધા થઈતો તે પ્રતીતિ કરાવે છે. પ્રતીતિના કેમ સારભૂત લાગે છે? તેનો નિર્ણય કરશે - પ્રભુની જે વાત સ્વીકારશો તેને તરત જ રુચિ થશે. તેની વૃત્તિ અને પ્રવૃત્તિને ફેરવ્યા વિના રહેશે જ નહીં. હા, શક્તિ મુજબ પ્રયત્ન કરે જ. દા.ત. સર્વવિરતી ગ્રહણ ન કરી શકે તો દેશવિરતીને ગ્રહણ કરવાનો પયત્ન તો કરે અને લક્ષ તો સર્વવિરતીનું જ હોય કે સર્વવિરતી ચારિત્ર હું લઈ શકતો નથી. આમ સર્વવિરતીની જેટલી રુચિ તીવ્ર અને ન લેવાનો પશ્ચાતાપ ઊભો હોય તો અનુબંધ સર્વવિરતિનું જ પડે. આંકડાથી થયેલા ધર્મમાં સંતોષ નહીં માને. સર્વવિરતી તરફ જ લક્ષ પછી કેવલજ્ઞાનનું લક્ષ થશે. અભવ્યના જીવો આઠતત્ત્વને માને છે પણ એક મોક્ષતત્ત્વને જ માનતા નથી. તેને સર્વજ્ઞ પર શ્રધ્ધાછેજ. સર્વજ્ઞ કહ્યું તે મુજબહું કહીશ તો જ'પુણ્યબંધ' થશે તેની ખાતરી છે. તેથી તે સર્વજ્ઞ બતાવેલા તત્ત્વો જ બતાવશે. પરંતુ પોતાને રુચિ પરિણામ મોક્ષનો નથી, ૯મા ગ્રેવેયકનો જરુચિ પરિણામ છે. તે જાણે છે કે સર્વ કહ્યા મુજબ પ્રરૂપણા નહીં કરું તો ઉત્કૃષ્ટ પુણ્યબંધ નહીં થાય તો નવ ગ્રેવેયક નહીં મળે તેથી તેને પુણ્યબંધમાં જ રુચિ છે. તેથી પ્રભુએ જેવું કહ્યું તેવું બતાવે છે. પરંતુ તેને પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરા થશે નહીં. અભવ્યના જીવે જયણા પાળી અને પ્રભુએ કહ્યું તે મુજબદેશના આપે. તેથી શાતાવેદનીય બાંધ્યું અને તે ભોગવવા માટે દેવલોકની પ્રાપ્તિ અને જ્ઞાનસાર-૩ // ૩ર૧