________________ સમકિત છે જ નહીં. કદાચ પ્રભુની આજ્ઞા પાળી ન શકો તો પણ સમકિતના કારણે પશ્ચાતાપ થશે જ. 5. જિનાજ્ઞા ન પાળવામાં કારણ શું હોઈ શકે? જ. શરીરની અવસ્થા કે એવા સંયોગો જ હોય કે તેના કારણે મોહનો ઉદય હોય તેથી ઉત્સાહ– પરિણામ ન થઈશકે. વીર્યાન્તરાયનો ક્ષયોપશમન હોય તો પણ આવું બની શકે છે. જે ન કરી શકે તેનો ઉપયોગ હોય તેથી પશ્ચાતાપ પણ થાય. વળી પાછું મોહનું જોર ઓછું થાય એટલે આત્મા પ્રબળ બની જશે અને તે યોગને–વ્યવહારને કરવા માંડશે. અપવાદ કાયમી અપવાદ ન સેવાય, તે ટેમ્પરરી જ હોય. ઉમરના કારણે નવકલ્પી વિહાર ન કરી શકે તે એક જ નગરમાં રહે, છેલ્લે ઉપાશ્રયનાં ખૂણા પણ ફેરવે તો તે પ્રભુની આજ્ઞા મુજબ જ અપવાદ સેવ્યો કહેવાય. જ્ઞાનના ઉપયોગપૂર્વક ક્રિયામાં આત્મા ચઢશે ત્યારે તે આત્માના ગુણોને પ્રગટાવવા તીવ્ર પુરૂષાર્થ કરે અને તે ક્રિયા દ્વારા ગુણપ્રાપ્તિવડે તૃપ્તિનો અનુભવ કરશે. 1 યથાર્થ શાન થવાં છતાં સમકિત હોય એવો નિયમ નહીં. શેયનાં બે વિભાગ-જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. હવે જો મિથ્યાત્વનો પરિણામ નહીં હોય તો આગળનો પરિણામ - હેય-ઉપાદેય પરિણામ પ્રગટ થશે. મિથ્યાત્વ અને સમકિત બંનેની હાજરીમાં હેય-પરિણામ આવી શકે. મિથ્યાત્વની હાજરીમાંદ્રવ્યથી હેય લાગે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની સાથે મિથ્યાત્વનો ઉદય હોય તો અજીવને તથા સમગ્ર સંસારને હવે જાણે. અભવ્યના આત્માને નવ તત્ત્વનું જ્ઞાન છે. સર્વજ્ઞ જે રીતે જણાવે તે જ પ્રમાણે જગતને જણાવે છે. કારણ જ્ઞાનાવરણીયનાલયોપશમના કારણે જ્ઞાન યથાર્થ થઈ શકે. જ્ઞાનસાર-૩ || 320