________________ માટે છોડી દેવાના છે? કેમકે તે બધા આત્મા સાથે રહેવાના જ નથી. તેથી જ છોડવાનાં છે. સર્વસંયોગોને સદા માટે છોડવાની શક્તિ નથી. તો પર્વતિથી છે તો આઠ પ્રહર પ્રાપ્ત સંજોગોને છોડીને રહું. 'હવે પૌષધમાં છું - સર્વ સંયોગો છોડયા તેથી જે બળે છે એ મારૂં નથી અને મારૂં છે તે બળતું નથી. તેની શુધ્ધ માન્યતા છે તેથી ત્યાં અગ્નિ પણ આવતા થંભી ગયો. જેમ સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો છે ત્યાં શીલના પ્રભાવે સીતા અગ્નિમાં જતાં–અગ્નિ શાંત થઈ જાય છે. હવે જે આત્મા શીલ પાળે છે તે 'વિરતિમાં રહે તો તેનો પ્રભાવ કેટલો બધો હોઈ શકે? તેથી સમકિત પામવું જ પડશે. ઝાડને પાણીના સિંચનની ક્રિયા શા માટે? જેમ પાણીનું સિંચન થાય તેમ ઝાડ વિકાસ પામે છે. તેવી જ રીતે જ્ઞાનના વિકાસ માટે ક્રિયાયોગ રૂપી નીર જરૂરી છે. જ્ઞાન-ક્રિયાપામ્ મો: નિશ્ચયથી જ્ઞાનથી ક્રિયા અને વ્યવહારથી ક્રિયાથી જ્ઞાન આવે છે. જ્ઞાન સ્વપર પ્રકાશ છે. જ્ઞાન વડે યથાર્થ થતાં રુચિ પરથી ખસી સ્વ તરફ વળે-રુચિ અનુયાયી વીર્ય. જ્ઞાનની સમજ રુચિ પ્રમાણે ભાવ ક્રિયામાં જોડાશે. જ્ઞાનીની ક્રિયા સત બને અજ્ઞાનીની ક્રિયા અસત્ બને. 1 અસત્ કિયા શેનાથી થાય? વ્યવહાર અનાદિથી છે તો ક્રિયા પણ અનાદિથી છે. હવે જે ક્રિયા વર્તમાનમાં છે તે અસત્ ક્રિયા છે. તેથી અસત્ છોડી સત્ ક્રિયા કરવાની છે. સક્રિયા શાનાથી થશે? સમ્યગુજ્ઞાન ભળવાથી જે ક્રિયા થશે તે જ સક્રિયા થશે. જ્ઞાનના ઉપયોગનો અભાવ આત્માને નથી. નિગોદમાં પણ અંશ જ જ્ઞાન છે.નિગોદથી વિકાસ કરતો આત્મા પંચેન્દ્રિયાદિજાતિમાં આવે અને ત્યાં મનથી જે વિચારે અને વચનથી જે કંઈ બોલે તે બધું જ્ઞાન રૂપ અને કાયા રૂપ જ્ઞાનસાર-૩ || 318