________________ અથવા સાકર, ઘી અને ઉત્તમ શાકથી ન અનુભવી શકાય તથા દૂધ-દહીં, ઘી આદિ ગોરસથી ભિન્ન એવા પર બ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને અજ્ઞાન લોકો જાણતા પણ નથી તો અનુભવે ક્યાંથી? જગતનાં જીવો આત્મામાં જ તૃપ્તિ છે એવું જાણતા નથી. તેઓ તો દૂધ, ઘીમાં જ તૃપ્તિ છે તેવું માને છે તેથી તેની જ મધુરતા ગમે છે. તેને જ પ્રધાનતા આપીએ છીએ. શરીરની મજબૂતાઈ માત્ર અન્નમાં જ છે. (રોટલી, દાળ, ભાત, શાક વિ.) શરીરની મજબૂતાઈનો આધાર અન છે. આત્માની તૃપ્તિ અબાહ્ય–અગ્રાહ્ય છે તેબહારમાં મળતી નથી. આત્માના સ્વાદને માણવા પુદ્ગલના સ્વાદને છોડવો જોઈએ. શુધ્ધ આત્મા એટલે જે પર સંયોગોથી પર થઈને રહેલાં છે તે પરમ બ્રહ્મ - a આત્માની ચાર અવસ્થા: (1) બહિરાત્મા = પર સંયોગોને જ પકડીને બેઠા હોય. (ર) અંતરાત્મા : પર સંયોગોને પરમાની તેનાથી સદા છૂટવાની તીવ્રમાં તીવ્ર ઝંખના સહિત શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરનારા. (3) પરમાત્મા : શરીરમાં હોવા છતાં શરીરાદિ પરથી સંપૂર્ણ ભાવથી પર થયેલા તે પરમાત્મા અર્થાત્ ભાવાતિત થયેલા વીતરાગ કેવલી. (4) સિધ્ધાત્મા : સર્વ સંયોગોના સદા માટે દ્રવ્ય-ભાવથી પૂર્ણ મુકત થયેલા. આત્માની અનુભૂતિ કઈ રીતે થાય? શુધ્ધાત્માના આલંબનથી આત્માનુભૂતિ થાય. જ્ઞાનસાર-૩ // 328