________________ છતાં પાપની વૃત્તિ છૂટતી નથી. સમ્યગૂ દ્રષ્ટિને વીતરાગતા અનુભવવાની રુચિ ભાવરૂપ છે, મિથ્યાત્વી પુણ્યને ઉપાદેય માની લેશે. પુણ્યાનુબંધી પુણ્ય પણ નિશ્ચયથી હેય જ છે કારણ કે તીર્થકરના આત્માને જ્યાં સુધી ભોગાવલી કર્મ-પુણ્યાનુબંધી પુણ્ય કર્મ છે ત્યાં સુધી સંસારમાં ૪થે ગુણસ્થાનકે રહે છે અને જેવું પુણ્યાનુબંધી પુણ્ય છોડે ત્યારે સીધા જૅ ગુણ સ્થાનકે પહોંચી જાય છે. આપણે પમે કેછદ્દે વ્યવહારથી સંભવે પરિણામે તો વિરલ જીવો આવે. . આપણે સકિયાના અધિકારી ક્યારે બની શકીએ? જ. આત્મા અને આત્માના ગુણો જ ઉપાદેય છે. બાકી બધું જ આત્મા માટે હેય છે. તેવું માનનારો સક્રિયાનો અધિકારી બનશે. આત્મા પોતાના સ્વભાવરૂપે નથી તો ત્યાં 'અસક્રિયા છે. સર્વજ્ઞ પરમાત્માએ આત્માને સ્વભાવમાં જવા માટે પંચાચાર રૂપક્રિયા બતાવી છે. તેથી સર્વજ્ઞનાં વચનમાં શ્રધ્ધા થતાં પહેલાં પંચાચાર પાળે. 1 આચાર્ય કોને કહેવાય? આચાર્ય- આ = આત્માચર્ય= રમવું, પંચાચાર રૂપી વ્યવહાર દ્વારા જે આત્મા ગુણોમાં રમે તે આચાર્ય, પોતે પંચાચાર પાળે અને પળાવે તો જ ભાવાચાર્ય કહેવાય, નહીંતર દ્રવ્યથી આચાર્ય કહેવાય. n જે કર્મને તપાવે તે જ જ્ઞાનતપરૂપ છે. હાડકાને-શરીરને માત્ર તપાવે તે તપની વાત નથી. વર્તમાનમાં બાહ્ય તપનો મહિમા વધતો દેખાય છે. જ્ઞાનપૂર્વક તપ કરવાનું તો તપનું ફળ આનંદની પ્રાપ્તિ અને નિર્જરા થાય. "જ્ઞાનાચારમાં ચોખ્ખું લખેલું છે કે તત્ત્વની રુચિપૂર્વક હેય છે કે ઉપાદેય તે નિર્ણય થાય તો પરિણતી ફરી જાય. અર્થાત્ પુદ્ગલભોગની રુચિ જાય અને આત્માના ગુણાનુભવ સ્વાદની રુચિ પ્રગટ થાય તો નિશ્ચયથી તપની રુચિ થઈ કહેવાય. સ્વગુણને ભોગવવાનો પુરુષાર્થ શરૂ થાય. જ્ઞાનસાર-૩ || ૩ર૬