________________ તેથી વર્તમાનમાંઅસ–ક્રિયાવાળો છે. જ્યારે જ્ઞાની બને ત્યારે સક્રિયાવાળો બને છે. જ્ઞાનનો આસ્વાદ મેળવ્યો એટલે જ્ઞાનાદિ ગુણની વૃધ્ધિ–સક્રિયામાં થાય છે. જ્ઞાન આવ્યું એટલે 'હેય કે ઉપાદેય'નો વિવેક આવશે. તો સમ્યગ્રજ્ઞાન સ્વ પરના ભેદ સાથે યથાર્થરૂપે પ્રગટ થયું. તેથી તે જ્ઞાનની ધારાથી વસ્તુનું અવલોકન કરે. (નિર્ણયકરે.) જ્ઞાનનું કાર્ય પ્રકાશ ફેંકવાનું છે. વસ્તુ જે સ્વરૂપ છે તે સ્વરૂપે બતાવી પ્રકાશે છે. તે વસ્તુને સારી-નરસી બતાવતું નથી. દા.ત. જીવ છે કે અજીવ (પુદ્ગલ) તેનો નિર્ણય કરાવે છે. હેય-ઉપાદેયનો નિર્ણય પણ જ્ઞાન જ કરાવે છે. પ્ર. મિથ્યા દષ્ટિ અને સમન્ દષ્ટિ બને ઝેરને ઝેર માને છે તો ફરક શું છે? જ. વિષયોને વિષ કરતાં પણ ભયંકર કહ્યાં છે. વિષયો દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ બંનેને હણે છે. વર્તમાનમાં ભાવપ્રાણ હરી લે છે. ઝેર તો ફક્ત દ્રવ્ય પ્રાણ જ હણે છે. સમકિતી માને છે કે વિષયો મારા આત્માના અહિતને કારણે ઝેરરૂપ હોય છે અને ભવોભવ મને મારશે. મિથ્યાત્વી શરીર સંબંધી વિષ ને હેય માને છે. વર્તમાન દ્રવ્ય પ્રાણ હરી લેશે તેવું માને છે. મિથ્યાત્વી જગતને કહે છે - સંસાર હેય અને મોક્ષ ઉપાદેય છે પરંતુ તેના આત્મા માટે તેની રુચિ કરે નહીં તેથી તેનું હેયપણું માત્ર જાણકારી રૂપે છે. સમકિતના પરિણામવાળું હેય નથી. તેથી પોતાને રુચિનો પરિણામ નથી તો તેને લાભદાયી શું? કાંઈ જ નહીં. - જ્યારે સમકિતી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું કાર્ય હેય સુધી જાણે છે અને દર્શન–મોહનીયનાં ક્ષયોપશમના કારણને પણ હેય સુધી જાણે છે અને પોતાના આત્માને હેયમાં હેયની રુચિ કરાવે છે. મિથ્યાત્વી અજીવને હેય માને, આશ્રવને હેય માને પણ તે દ્રવ્યથી જ માને છે.નિશ્ચયથી પુણ્ય કે પાપ બંને આશ્રવતત્ત્વો હેય છે. પાપને હેય તરીકે માને–પાપ છોડે છતાં ભાવથી હેય-પરિણામ ન આવે. આથી પાપને છોડવા જ્ઞાનસાર-૩ // ૩રપ