________________ ચરમાવર્તના લક્ષણોઃ (1) પાપભય - તીવ્ર ભાવે પાપન કરે, ભવનો તીવ્ર રાગ નહીં. (2) પરોપકાર–ઔચિત્યનું પાલન (3) ગુણનો અર્થાત્ મુક્તિનો અદ્વેષ ૯ભે ગુણઠાણે દ્વેષ જશે અને ૧૦મે રાગ જશે. પ્રથમ ટ્વેષ અને પછી રાગ જશે. ચરમાવર્તમાં જીવ આવે એટલે દ્વેષ જવાની પ્રથમ શરૂઆત થશે અને પછી રાગ ઘટશે. જીવ પર દ્વેષ છે અને અજીવ પર રાગ છે તેમાં ફેરફાર થશે. ચરમાવર્તમાં આવ્યા પછી ચાર ભાવના સમકિતની સાધક છે. (1) સર્વજીવ પ્રત્યે મૈત્રીભાવ લાવવાનો છે. જેથી જીવ પ્રત્યેનો દ્વેષ જશે. (2) શારીરિક અને માનસિક દુઃખોથી પીડાતા જીવોને જોઈ કરુણા ભાવ પ્રગટે આત્માની કઠોરતા જશે અને કોમળતા પ્રગટશે. (3) ગુણથી સુખી જીવોને જોઈ પ્રમોદભાવના એથી ઈર્ષા ભાવ જશે. (4) અયોગ્ય ભારી કર્મી જીવોને જોઈ મધ્યસ્થ ભાવના પ્રગટ થશે તેથી તેના પ્રત્યે તિરસ્કાર ભાવ જશે. સમકિતની સાધના ચાર ભાવના છે. આથી સમકિતિને ચાર ભાવના પ્રગટ થવી જ જોઈએ. સમતા આત્માના સ્વભાવ રૂપે છે. પ્રશસ્ત ભાવ પછી સ્વભાવમાં જવાય. તેથી મૈત્યાદિ ચાર ભાવના ભાવો પછી સ્વભાવમાં (સમતામાં) જઈશકશો. ટૂંકમાં મુક્તિ પ્રત્યે અદ્વેષ પરિણામ આવશે તો જ દ્વેષ જશે તો જ ગુણ પ્રત્યે રાગ આવશે. ચકખુદયાણં તત્ત્વ પર દૃષ્ટિ કરવી, ગુણી પ્રત્યે તો જ બહુમાનભાવ આવશે. હૈયામાં હેયનો પરિણામ થશે તો તે તેને ધારણ કરશે જ નહીં હવે કદાચ છોડી શકતો નથી તો પશ્ચાતાપ થશે. દા.ત. હાજત લાગી છે, તીવ્રતા છે છતાં ગમે ત્યાં તો નહીં જ કરી જ્ઞાનસાર–૩ || ૩ર૩