________________ "આત્માર્પણ વસ્તુ વિચારતાં, મતિયામ ભેદ ટળે સુશાની" - આત્મા પોતાને ઓળખવા-સમજવા, સર્વજ્ઞ વચન પકડી ઉહાપોહ કરે તો મિથ્યામોહ ખસી જવાથી શરીર જ હું, ભ્રાંતિ ખસી જાય અને પોતાને સ્વમાં રહેલી અનંત સંપત્તિના દર્શન થાય અને તે પ્રગટાવવા તે ઉચિત વ્યવહાર કરે - વસે દેહમાં પણ રમે આત્મામાં. અરૂપી આત્મામાં 'આનંદઘન રહેલો છે. જ્ઞાન સાથે આનંદને વેદે ત્યારે તે અવર્ણનીય આનંદને પ્રાપ્ત કરે. સમતા રૂપી પત્ની - રૂ૫ - ચામડાથી રહિત - નિર્મળ ચેતનાને વહન કરનારી, તેના આલિંગનથી શમનું સુખ– અવર્ણનીય એવું સમાધિનું સુખ પ્રગટ થાય છે. માટે જ યોગી પુરુષો–શમના જ સહવાસને ઝંખતા હોય છે. શરીર પર નહીં પણ "જીવનાં આત્મ પ્રદેશો પર પડે તે સાચી પત્ની. સમતા રૂપ પરિણામ હોય ત્યારે સચ્ચિદાનંદ આનંદની પ્રાપ્તિ થાય છે. તેના સુખ આગળ પુદ્ગલનું સુખ સાવ તુચ્છ લાગે. "સચ્ચિદાનંદ-આનંદઘન સ્વરૂપને પામવા બાહ્યરૂપને નહીં પણ સિદ્ધ અવસ્થાને પકડી ચાલવાનું છે. તપધર્મથી શમનું સુખ પ્રાપ્ત થાય છે. તપસાનિર્જરા (તપનાં 12 પ્રકાર) તપનો પરિણામ પ્રાપ્ત થાય ત્યારે મલિનતા નિર્જરી જશે, તેટલા આત્મ પ્રદેશો શુધ્ધ બનશે પણ અશુધ્ધ ન થાય અર્થાત્ તપમાં મોહન ભળે તે માટે સાવધાન રહેવું પડે. લોકોની સુખની માન્યતા મધુર દૂધ, ઘી, લીલાં શાકભાજી, ફળો વિગેરે ખવાથી સુખી થવાય. પણ તે પુદ્ગલના ભાગમાં આત્માને પીડા આપ્યા વિના દેહનો સુખાભાસ સુખથતું નથી અને પીડા આપવાથી પીડા જ મળે છે. જ્યારે શુધ્ધ આત્મામાં જે શમરસનું સુખ રહેલું છે તેની આગળ પુલનું સુખ અસાર નિસાર છે. સુખ નહીં પણ માત્ર સુખાભાસ છે. આ નિર્ણય થઈ જાય તો જીવ પુદ્ગલથી પર થઈને અર્થાત્ જેટલા અંશે પુદ્ગલ દ્રવ્યથી અને તેના ભાવથી પર થાય એટલા અંશે શમ–રસના સુખને અનુભવે. માટે જ સાધુ સંયોગોને છોડી નીકળેલો છે અને સંયોગોથી સંપૂર્ણ પર થવા પ્રયત્ન કરે. જ્યાં સુધી જ્ઞાનસાર-૩ || 330