________________ આકાશ–દ્રવ્યથી આત્માની પ્રતીતિ થઈ શકે. કેમકે આકાશ–દ્રવ્યમાં ચેતના સિવાય બધું જ સ્વરૂપ સમાન રહેલું છે. અક્ષયપણું–અરૂપીપણું, અગુરુ લઘુપણું અને અવ્યાબાધપણું આ ચારેયને પકડીએ તો આત્માની અનુભૂતિ થાય. "રૂપાપીત સ્વભાવ છે, કેવલ–દસણ નાણી રે, તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણખાણી રે." જો આત્મા સ્વરૂપ અવસ્થાના ઉપયોગમાં નહોઈ તો તે સ્વભાવમાં સ્થિર ન રહી શકે અને વિભાવદશામાં પરમાં જાય એટલે તેને ઘાતિ કર્મનો અને અઘાતિ કર્મ બન્નેનો સતત બંધ થાય. સ્વભાવમાં જેટલો સ્થિર તેટલા ઘાતિ અઘાતિ ન બંધાય પણ નિર્જરા થાય. પ્રથમ આયુષ્ય કર્મ ઉદયમાં આવશે પછી નામકર્મ ઉદયમાં આવે બાય = આત્મા ઉસ = વસવું તે (વનું રૂસ) માટે આયુષ્ય કર્મ. દેહમાં હોવા છતાં દેહાતીત બનવાનું છે. ક્રિયાવાનું હોવા છતાં ક્રિયાતીત બનવાનું છે. રૂપવાન હોવા છતાં રૂપાતીત થવાનું છે. આત્મા અવ્યાબાધ = પીડારહિત છે પણ તેના વિકાર રૂપે વ્યાબાધા (પીડા) આવે છે. શાતા પીડા ન લાગે ત્યાં સુધી સમતાના પરિણામ ભોગવાય નહીં. અગુરુલઘુ સ્વ કે પર આત્મા વિશે નાના-મોટા પણું ન લાગે સ્વ પર જીવ વિશે સમાન સ્થિતિ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી સર્વ જીવો "આત્મવત્ સર્વ ભુતેષુ લાગે નહીં. જેમ જેમ આત્મા ગુણોથી મોટો બને તેમ તેમ તેનામાં લઘુતા' આવતી જાય છે તેમ આત્માની સત્તાગત શુદ્ધ અવસ્થારૂપ પ્રભુતા પ્રગટતી જાય. | "મતિ ભમ" ટાળવાનો ઉપાય જ્ઞાનસાર-૩ || ૩ર૯