________________ દા.ત.વિષ્ટા, કાદવ, કચરો પડ્યો હોય તો તેના વિષે બીજી ક્ષણે કાંઈ વિચારતાં નથી કેમકે પાકો નિર્ણય છે કે તે વિષ્ટા છે. તેની સામે યે જોવાનું ન હોય કે તેનાવિષે કાંઈવિચારવાનું પણ નહોય. તેવો નિર્ણય સર્વસંયોગોમાં, સર્વજ્ઞેયમાં, હેય છે કે ઉપાદેય તેનો નિર્ણય કરવાનો. જો વસ્તુ હેય છે તો મને આ સારૂં - આ ખરાબ કેમ થાય છે? મારો નિર્ણય ખોટો છે તેથી હેયમાં ઉપાદેયની બુધ્ધિ થાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને સંસારત્યાગ કર્યા પછી જ્યારે ખબર પડી કે રાજખટપટને કારણે મારા છોકરાને મારી નાખવાના છે એ વાત પર વિકલ્પ ચઢતાં એવિકલ્પની જાળે રૌદ્રધ્યાને–સાતમી નરક-સુધીનાંદળીયા બંધાવ્યાપોતે એને હેય માનીને છોડી દીધેલો તે હેયમાંથી ઉપાદેય પરિણામ આવી ગયો તો રોદ્રધ્યાને ૭મી નરકનાં દળિયા બંધાવ્યા પણ સાધુતાનો ઉપયોગ આવતા પાછા વળી પૂર્ણતાને પામ્યા. ૧૦માં ગુણ સ્થાનક સુધી મોહ છે, ૧રમે વીતરાગતા આવે એટલે સંપૂર્ણ વિકલ્પ જાય અને ૪થા ગુણસ્થાનકથી વિકલ્પો ઓછા થતાં જાય. જેમ જ્ઞાનમાંથી મિથ્યાત્વ–મોહ ઓછો થતો જાય તેમ તેમ વિકલ્પ ઓછા થતા જશે. સમકિત આવે એટલે મોટા ભાગનાં ખોટા વિકલ્પો જતાં રહેશે. કેમકે ખોટી માન્યતાઓ ચાલી જવાથી ખોટા વિકલ્પો પણ જશે. તેથી જ ૪થા ગુણસ્થાનકે ખંડ શ્રેણિની શરૂઆત થઈ જશે. તેમ અખંડ શ્રેણી ૮માંથી શરૂ થાય. સમતાની પૂર્વભૂમિકા સમાધિ આત્મામાં શરૂ થઈ જશે. ગાથા મધુરાજ્યમહાશાકા, ગ્રાહે બાલે ચ ગોરસાત્ | પરબ્રાહ્મણિ તૃપ્તિર્યા, જનાસ્તા જાનતેડપિ ના દા મનોહર રાજ્યની મોટી આશાવાળાઓથી ન અનુભવી શકાય અને વાણીથી ન કહી શકાય તેવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને અજ્ઞાન લોકો જાણતા પણ નથી તો અનુભવે ક્યાંથી? જ્ઞાન સાર-૩ || ૩ર૭