________________ શકો. યોગ્ય સ્થળ (સ્થાન) આવે નહીં ત્યાં સુધી છોડી શકશો નહીં. સ્થાન શોધવામાં જ દષ્ટિ જશે. બીજે દષ્ટિ જશે જ નહીં–બીજી પ્રવૃત્તિ પણ નહીં કરો જ્યાં સુધી ન છોડો ત્યાં સુધી. ઉપાદેયનો પરિણામ નથી તેથી યોગ્ય ક્ષેત્ર-કાળ શોધી રહ્યા છો તેથી ચિત્તમાં જે ઉપાદેયનો ભાવ સાથે રસ રુચિ જે વસ્તુ વિષયક પ્રવૃત્તિ હોય તે સંબંધી કર્મબંધ નિરંતર બંધ થઈ જશે. પ્રભુએ જ્યાં જ્યાં હેય કહ્યું છે ત્યાં ત્યાં હેયરની અંદર 'હેયનો પરિણામ થઈ જવો જોઈએ. તે જ તત્ત્વથી સમકિત પામ્યાની નિશાની છે. કદાચ ઉદાસિન ભાવ રાખો તો રાગાદિભાવની પ્રવૃત્તિ નહીં માત્ર નિરસ પ્રવૃત્તિ. તેથી કર્મનો અલ્પ બંધ અને નિર્જરા કરે તેથી સમકિતીને અપ્પોસિ હોઈ બધોનું ઉપનામ મળેલું છે. દર્શન મોહનીયના ક્ષયોપશમથી જ હૈયામાં હેયનો પરિણામ થશે. જ્યારે અભવ્યને તો જ્ઞાનાવરણીયનો જ ક્ષયોપશમ છે, તેથી તેનું જ્ઞાન થાય છે પણ હેયની રુચિ થતી નથી. જ્ઞાન અમૃતમય બને ત્યારે જ ક્રિયાનું કારણ બનશે. દ્રવ્ય–પ્રાણ રૂપે જીવન જીવવાના ભાવવાળો છે ત્યારે તે મરવાના ભાવવાળો જ છે અને દ્રવ્ય-પ્રાણરૂપે જીવન જીવી રહ્યો છે ત્યારે મરેલો જ છે. જ્યારે ભાવપ્રાણ રૂપે જીવન જીવવાની ઈચ્છાવાળો આત્મા બને ત્યારે જીવી રહ્યો છે કેમ કે સ્વભાવમાં છે. ભાવમરણ એટલે આત્માનું વિભાવદશામાં જવું તે. a જીવ-જીવન અને જીવવું જ્ઞાનમાંથી મિથ્યાત્વનો ભાવ નીકળી જાય એટલે જીવવાનો ભાવ આવે એટલે કે સમ્યગુદર્શન આવે. સમતામાં જ્યારે આવે ત્યારે આત્મા જીવતો થયો કહેવાય. જ્ઞાની હંમેશા ક્રિયાવાન બનતો જાય, આત્માને કાયાનો સંયોગ છે જ્ઞાનસાર-૩ || 324