________________ પ્રવૃત્તિ તે ક્રિયા રૂપ છે. સમકિત વિના તે પણ જ્ઞાન મિથ્યા છે તેથી ક્રિયા મિથ્યા છે, અસત્ છે. હવે જ્ઞાનને સમ્યક્ બનાવો - જ્ઞાનને અમૃત કહ્યું છે, મૃતઃ મરણ - મરવા પડયો હોય ત્યારે સમ્યગ જ્ઞાન તેના માટે સંજીવની રૂપ બની જાય છે, મૃત્યુ વખતે સમાધિને આપનાર અને પરલોકમાં સદ્ગતિને અપાવનાર થાય છે. મરણના બે પ્રકાર છે. (1) દ્રવ્ય મરણ અને (2) ભાવ મરણ. દ્રવ્ય મરણમાં દશ પ્રાણોથી આત્મા છૂટો પડે છે. ભાવ મરણમાં રાગ-દ્વેષાદિવિભાવદશામાં જવું અથવા સગુણોના પરિણામથી છુટા પડવું તે ભાવમરણ છે. મિથ્યાત્વનો પરિણામ કાઢવો પડે, જે જ્ઞાનમાંથી મિથ્યાત્વ નીકળે તેજ સમ્યગુજ્ઞાન થશે.જે અમૃતતુલ્ય છે. જે ભાવ–પ્રાણોને જીવાડવાના સ્વભાવવાળું છે. આત્માને પોતાના ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિ ગુણ સ્વભાવ છે. તે પ્રમાણે જીવવાનું વર્તવાનું મન થાય તે જ સમ્યગ્દર્શન. a વ્યવહારની જરૂર શા માટે? જ્ઞાનને પ્રગટ કરવા વ્યવહાર જરૂરી છે. પરમાત્માને કેવલજ્ઞાન થયું તે જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર ફેલાય તે માટે વાણી વ્યવહાર કર્યો છે. સાધનામાં ચારિત્રના પરિણામ પ્રગટાવવા પણ સામાયિકદંડક વ્યવહારથી ઉચ્ચાર્યું ત્યારે મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું અને મનના આલંબન વ્યવહાર વડે શ્રુતજ્ઞાનના અવલંબે શુકલધ્યાન પર ચઢી શ્રેણી માંડી મોહનો વિચ્છેદ કરી કેવલજ્ઞાન પ્રગટાવે. નિશ્ચય આત્મામાં છે, વ્યવહાર બહાર છે. આત્મા અશુધ્ધ વ્યવહારમાં ફસાયો છે તેથી શુદ્ધ વ્યવહાર કરવા માટે મિથ્યાત્વ કાઢવું પડે. સમકિત આવે એટલે સર્વજ્ઞ વચનમાં દઢતા આવે. સર્વજ્ઞ બતાવેલો વ્યવહાર તારક છે. તેથી સર્વજ્ઞના પંચાચાર રૂપ કોઈપણ વ્યવહારમાં ઉપેક્ષા ભાવ ન રખાય. કદાચ અપવાદ સેવે તે પ્રભુની આજ્ઞા મુજબ જસેવે નહીંતર જ્ઞાનસાર-૩ // 319