________________ થવાનું છે. તે લક્ષે આત્માએ રહેવું જોઈએ. પ્ર. "સત્સંગ' કોનો કરવાનો? જ. જેને આત્મા સાથે લેવા-દેવા નથી આત્માની અનુભૂતિ નથી તેવા વેશધારી એવા મહાવ્રતધારી જોડે પણ સત્સંગ કરવાનો નથી. કેમકે તેઓ દ્રવ્યલિંગી છે. 'આત્મજ્ઞાની શ્રમણ કહાવે–બીજ તો દ્રવ્યલિંગી રે (પૂ. આનંદઘનજી મહારાજ) ખમાસમણો = ક્ષમા અને શ્રમણ = ક્ષમાને ધારણ કરનાર એવો શ્રમણ ક્ષમાને (સમતાને) ધારણ કરવા માટે તપ કરે. સુખ સંયમ જાત્રાનિર્વહો છો ?' સાધુખાય તો પણ ઉપવાસી છે. પાંચેય ઈદ્રિયોના અને મનનાવિષયોથી જે પરાડભુખથયેલાં છે અર્થાતુવિષયોથી જે થાકી ગયા છે– વિષયો જેને વિષ જેવા- નારકીની વેદના આપનાર લાગે તેવા સાધુ ખાય છતાં (ઉપવાસી) તપસ્વી કહેવાય છે. સમતા એ સાધ્ય છે. ક્ષમા = કષાયોનો ત્યાગ. કષાયોના ત્યાગ માટે વિષયોનો ત્યાગ જરૂરી. તે માટે અનુકૂળ સંજોગોનો ત્યાગ કરવો પડશે. સારો આકાર/સારૂં રૂપ/સારા શબ્દો - આ જ જીવને જોવું ગમે છે તેથી જ તે વિષય કહેવાય. બે ઘડી સામયિકમાં બેઠા, સંયોગોનો ભાવથી ત્યાગ કરીને બેઠા તો જ સમતાનો સાચો અનુભવ થશે. a "સુવ્રત શેઠને અનિનો ભય નહીં." સુવ્રત શેઠે ઘરમાં પૌષધ લીધો તો તેઓ આગ લાગવા છતાં સમતામાં રહ્યાં. કારણ? સમજણપૂર્વક સંજોગો છોડી દીધાં હતાં. આ બધા સંયોગો શા જ્ઞાનસાર-૩ // 317