________________ છોડી દો છો. તે જ રીતે ધર્મમાં જિનેશ્વર ભગવંતની વાત ન માને તે મારા નહીં. આવું કેમ કરતાં નથી. પોતે જ પ્રભુની વાત નથી માનતાં તો છોકરાની વાત કયાં કરશો! સંયમ = જિનનું માને તે જ મારા તે નક્કી કરો અને પછી આત્માના સ્વભાવમાં બાધક બનતાં સંયોગોનો આત્માએ ત્યાગ કરવો જોઈએ તે જ સંયમ છે. કાયાની સાથે બહારના સંજોગો છોડવા પડે તેથી જ ઈદ્ર મહારાજા પોતાનાં સિંહાસન પર બેસે ત્યારેવિરતિધરને વંદન કરે. કારણ? પોતે સમકિતી છે તેથી પોતાની હિતની જ રુચિ હોય. તેને પોતાનો આત્મા જ ઉપાદેય હોય તેથી વિરતીધરને વંદના કરે છે. - છ ખંડના અધિપતિ ભરત મહારાજાને પોતાનો આત્મા જ ઉપાદેય લાગે છે. તેથી આત્મહિત જ ઉપાદેય લાગતું હોવાથી માહણ શ્રાવકો યાદ કરવામાં કે પુણ્યનો ઉદય થતાં ભય વધી રહ્યો છે. માટે કોઈને તમેયહણોમા! હણોમાં! અર્થાત્ તમે બીજાથી હણાઓ નહીં! a મારૂં ન માને તે પાપોદય નથી પરંતુ જિન વચન ન માને તે જ પાપોદય છે. મારૂં માનતા થાય તેને પુણ્યોદય માનીએ છીએ તે ખોટું છે. સમ્યગુ દર્શન હોય ત્યાં સમજણ હોય, ધમાલ નહોય.ધમાલ કરવાથી બીજા આત્મા અધર્મ પામે. ધમાલ કરે અને પોતાની જાતને શાસન ભક્તો, ગુરુભક્તો કહેવરાવે તે મિથ્થા સમજણ છે. છે. જ્યાં સુધી સંયોગો પૂર્ણ છૂટી ન શકે ત્યાં સુધી શું કરવાનું? જ. મૂંઝાવાનું નથી. સિદ્ધ ન થઈએ ત્યાં સુધી સંયોગો તો રહેવાના છે. જે સંયોગો આત્માના હિતને પ્રેરક છે - સાધક છે, 'સ્વાને જાગૃત કરે છે તેવા સંયોગોમાં રહો એટલે કે 'સત્સંગ'માં રહો. સત્ત્વશાશ્વત એવા આત્માને પોતાની જાગૃતિ કરાવે તેવા સંગમાં. સત્તાએ હું નિઃસંગ છું અને નિઃસંગ જ્ઞાનસાર–૩ // 316