________________ અનુકૂળ સંયોગ બંધન લાગે છે? જેજે સંયોગમળ્યા છે તે બંધન લાગે છે ખરા? જેલમાં રહેલી વ્યકિતને જેમ જેલમાંથી છૂટવાનું મન થાય તે રીતે જો બંગલો ખરાબ લાગે તો તેનાથી હું જલ્દી છૂટી ઉપાશ્રયમાં આત્માના ઘરમાં કયારે પહોંચે એમ થાય. પણ જો બંધન–બંધન સ્વરૂપે લાગે તો તેનાથી હું કયારે છૂટું તેવો ભાવ આવે પણ મોહનું બંધન બંધન રૂપ લાગતું નથી. તેથી પીડાનો અનુભવ થતો નથી. સભ્ય દષ્ટિની દષ્ટિ ફરી છે તેથી જે પીડા-પીડારૂપે લાગતી ન હતી તે હવે પીડા તરીકે લાગવા માંડે છે. કારણ અનુકંપાનો પરિણામસ્પર્શયો. પીડાની અનુભૂતિ કરવી હોય તો ચામડાની આંખથી ન જોવાય પરંતુ સર્વજ્ઞની આંખથી સર્વજ્ઞના વચન વડે જોવું પડે. અર્થાત્ વચન વડે નિર્ણય કરવો પડે અને તે વચન આત્મામાં પરિણામ પામતા સમ્યગુ દર્શનની સંવેદના રૂપ અનુકંપાદિ પરિણામો સ્પર્શે. પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન.' પ્રવચન = પ્રકૃષ્ટ વચન તે જ પ્રવચન-જગતમાં કોઈ કહી શકે નહીં તેવું વચન અર્થાત્ સર્વજ્ઞ સિવાય કોઈ આવું વચન કહી શકે જ નહીં. મિથ્યાત્વના કારણે બહારના સંયોગો મેળવવાની મહેનત કરી રહ્યા છીએ તેને બદલે તેને છોડવાની મહેનત કરવાની છે. મોક્ષમાર્ગમાં ફકત છોડવાની જ મહેનત કરવાની છે. જે જે પુગલો ગ્રહણ કરેલાં છે જે કર્મો આપેલાં છે તેને છોડતાં જાવ તો મોક્ષમાર્ગમાં આગળ વધી શકશો. પ્ર. ઉપાય શું? જ. સંયમ અને તપ - આ બે ઉપાય છે. સંયમથી કર્મો અટકશે અને તપથી પૂર્વ સંચિત કર્મથી મુક્ત થઈ શકાશે. સંયમ પછી જ તપનો પરિણામ આવશે. બાર પ્રકારનો તપ વ્યવહારે આવશે. વ્યવહાર તપના અભ્યાસથી અર્થાત્ નિશ્ચયના લક્ષ પૂર્વક વ્યવહાર તપ સંયમ પૂર્વક કરાશે ત્યારે નિશ્ચય જ્ઞાનસાર-૩ || 314