________________ આત્મામાં પ્રગટ થાય તો ગમે તેવા દુઃખોમાં કે પ્રતિકૂળતામાં પણ સમાધિ રહે. નરકના ભયંકર દુઃખમાં પણ સમકિતના પરિણામને કારણે નવા ભવનું અનુબંધ કર્મનું સર્જન ન કરે. અહીં તો આત્મામાં વસવાના પણ આલંબનો છે, પણ નરકમાં તો માત્ર સમકિત રૂપી ધર્મ છે. દેવ-ગુરુ કે ધર્મનું આલંબન નરકમાંન મળે–નરકમાં નવું સમકિત પ્રગટ થઈ શકે છે. ચારે ગતિમાં સમકિત પ્રગટ થઈ શકે. પ્ર. આપણે વર્તમાનમાં આરાધના કરીએ તો શું સાથે લઈ જઈ શકીએ ? જ. સમ્યગદર્શનનો પરિણામ સાથે લઈ જઈ શકીએ તેથી નવા સંસારનું અનુબંધ સર્જન નહીં થાય ને કર્મના વિપાકમાં સમાધિ જળવાશે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ માટે તત્ત્વજ પ્રધાન છે. એમાં આપણે પ્રમાદ કરાય નહીં. અહીં સાધુપણામાં સમ્યગ્ગદર્શન સુલભ છે. મિથ્યાત્વ-અવિરતિ અને કષાયના ઉદયે આત્માઅસ્થિર–ચંચળ પરિણામી બને છે. તેને ભાવસંસાર કહ્યો છે. સંકલ્પ, વિકલ્પ, વિહ્વળતા લાગણીઓ પ્રગટ થઈ કેમ? મોહના કારણે. એમાં પ્રધાન કારણવિપર્યાસ છે. મિથ્યાત્વ મનમાં ચંચળતા લાવે, આથી મનમાંથી મિથ્યાત્વનીકળવું જોઈએ.તે માટે પરમાં પરપણું અને સ્વમાં સ્વપણું સ્થાપિત થવું જોઈએ. આખા જગત સાથે બંધાવાનું કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને કારણે મમતાની તીવ્રતા આવી. મમતાની તીવ્રતાને કારણે જીવ પરની સાથે એકમેક થાય છે. તે પરનો મારા તરીકે સ્વીકાર કર્યો એટલે આત્માનો આત્મા તરીકે સ્વીકાર નહીં થાય આ મોટામાં મોટું નુકશાન થશે. a આત્મા અસ્થિર શા માટે થાય? આત્માપરને પોતાનો માને અને પરમાં અસ્થિરતાનો ગુણ હોવાથી તે અસ્થિર થઈને રહેશે. જ્ઞાનસાર-૩ || 313