________________ તપનાં પરિણામ પ્રગટ થશે. સંયમ (ચારિત્ર) કયારે આવશે? સમકિત વિણ ચારિત્ર નહીં - સમકિતના પરિણામ વિના સંયમનો ભાવ નહીં - સંયમ વગર તપનો પરિણામ નહીં તપ વિના નિર્જરા નહીં તેના વિના આત્માની અનુભૂતિ ન થાય. તપના પરિણામ છે કે નહીં કેમ ખબર પડે? "ઈચ્છા રોધે સંવરી, પરિણતી સમતા યોગે રે, તપ તેહિ જ આત્મા વ નિજ ગુણ ભોગે રે.' ઉપવાસ કર્યો તો બાહ્યતપ પણ દ્રવ્ય તપ છે તપનો પરિણામ થાય એટલે કાયાને કષ્ટ કે પ્રતિકૂળતાં હોવા છતાં આનંદ-આનંદ થાય. આ શેનો આનંદ? હાશ, ખાવાનું છૂટયું –પરમ શાંતિ તો એ ઉપવાસનો આનંદ છે. આજે હું મારા ઘરમાં છું એવું લાગવું જોઈએ. ખાવાનો સ્વભાવ આત્માનો નથી. તેથી ઉપવાસ કરવાથી પોતાના સ્વભાવમાં આવ્યો - તેનો આનંદ હોય - બીજા દિવસે પારણું કરવાનું મન નહોય- હાશ! ગઈકાલે કેટલી શાંતિ હતી. આજે પાછું ખાવાનું ચાલુ કરવાનું એમવેદના હોય. જો ખાવાની ઈચ્છા રોકો તો વિષય-કષાયના પરિણામ પાતળા પડે. ખાવું એ પાપ શા માટે કીધું છે? અણાહારી અને અવ્યાબાધ સ્વભાવ પોતાનો હોવા છતાં પીડાજનક એવા ખાવાનાં પુગલોને ગ્રહણ કરીએ છીએ માટે તે પાપ–સ્વરૂપ છે. વળી આત્મા કેવો છે? અરૂપીછે, નિઃસંગ છે અને રાગરહિત છે તેથી પુદ્ગલનો સંગ આત્માને કરાવવો તે પાપ છે અને પુગલ ગ્રહણાદિમાં આત્મા વીર્યભરપૂરથી વપરાય છે તથા પુગલ ગ્રહણાદિમાં ક્રિયાદિવ્યાપાર વડે આત્મવીર્યવાપરવા વડે કર્મબંધ થાય અને આત્મવીર્યસ્વઆત્મગુણોમાં ન પ્રવેશે તો આત્મા બળવાન ન બને નબળો થાય. 1 કોને છોડવાના? પોતાનો છોકરો છે. પોતાનું કહેલું માનતો નથી અને કષ્ટ આપે છે તો પોતાનો સ્વાર્થ સધાતો ન હોવાથી પોતાના સંયોગરૂપ છોકરાને વ્યવહારમાં જ્ઞાનસાર-૩ // 315