________________ 5. ભાવથી ગતિ કોને કહેવાય? જ. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના કારણે જે કર્મબંધાય તે પરિભ્રમણ કરાવે. આથી મિથ્યાત્વાદિ મોહ એ ભાવથી ગતિ છે અર્થાત્ આત્માની વિભાવદશા એ ભાવથી સંસારરૂપ ચાર ગતિમાં ભ્રમણ કરાવનાર છે. માત્ર યોગથી રસવાળુ કર્મનબંધાય. ઊર્ધ્વ–અધો આદિદિશામાં ગતિએ દ્રવ્યગતિ છે. (દ્રવ્ય-ગતિનું મૂળ કારણ ભાવ જ છે મોહનો પરિણામ જ 4 ગતિના કારણરૂપ છે. ચારે ગતિ વિભાવ-સ્વરૂપ છે. પ્ર. ચારે ગતિથી શું મળે? જ. આત્માનું જે હોય તે ન મળે - પણવિપરીત મળે એ કર્મનું કારણ છે. પ્ર. આત્માને કર્મસત્તા આત્માથી વિપરીત વસ્તુ શા માટે આપે? જ. પૂર્વે આત્માએ મોહના કારણે આત્માથી પર વસ્તુની ઈચ્છા કરી છે. સંગ્રહનો ભાવ, તેના રક્ષણનો ભાવ, તે તે ભાવને કારણે તેવા કેવા કર્મની પ્રાપ્તિ થાય છે. જે વસ્તુ ઈચ્છી હોય તે જ આત્માને પ્રાપ્ત થાય છે. આત્મા જો ન ઈચ્છે તો કર્મસત્તા આપણને કોઈ વસ્તુ આપવા સમર્થ થતી નથી. 0 આત્મા કઈ ઈચ્છા કરે તો તેને કંઈ મળે નહીં. મળેલું બધું ચાલ્યું જાય? આત્મા મોક્ષની ઈચ્છા કરે અને સર્વ કર્મનો ક્ષય કરવાનો પ્રયત્ન શરૂ કરે તો ભવિષ્યમાં મળે તેવા કર્મનો બંધ થતો નથી. માત્ર કર્મ ખપાવાનું જ કાર્ય ચાલે એટલે કર્મે આપેલ બધું એને છુટી જાય. મારા આત્માએ પૂર્વે ઈચ્છેલું છે એટલે કર્મસત્તાએ મને આપ્યું છે. એમ આપણને પૂરેપૂરી શ્રધ્ધા થઈ જાય તો કોઈપણ નિમિત્તમાં આપણે બીજા પરદોષારોપણ ન કરીએ. મિથ્યાત્વઅજ્ઞાનના કારણે આપણે આપણી સમાધિ ગુમાવીએ છીએ માટે નવા કર્મ–બંધ બાંધીએ છીએ. જો સમ્યગુદર્શન જ્ઞાનસાર-૩ // 312