________________ ઉપાદેય પછી હેય કેવલી ભગવંતને પાંચ પ્રકારના સ્વાધ્યાય ન હોય, એક પણ આવશ્યક ન હોય. અત્યંતર તપમાં (ઉચિત વ્યવહાર) સહાયક બને તેટલો જ બાહ્ય તપ કરવાનો, ધ્યાનમાં સ્થિરતા માટે તે આલંબન રૂપ છે. હું મારા આત્માના સ્વરૂપનો જ્ઞાતા અને ગુણનો ભોક્તા છું અને પુદ્ગલમાં રહેલાં ગુણોનો માત્ર જ્ઞાતા છું પણ ભોક્તા નથી, કેમકે બંનેના સ્વભાવ ભિન્ન છે, એક રૂપી છે અને બીજું અરૂપી છે. એટલે અરૂપી એવો મારો આત્મારૂપી એવા પુદ્ગલને ભોગવીન શકે એમ પહેલાં શ્રધ્ધાથી સ્વીકાર થઈ જવો જોઈએ. જ્યારે વ્યવહારથી વાપરવાનો સમય આવે ત્યારે વ્યવહારથી વિચારણા કરવી પડે. આહારમાં રહેલાં રસનો સ્વાદ આવ્યો તે મોહના ઉદયથી આવ્યો. આપણે તો માત્ર વસ્તુમાં સ્વાદ છે તેટલું જ જ્ઞાન કરવાનું હતું. વસ્તુમાં સ્વાદ છે પણ વસ્તુ સ્વાદિષ્ટ લાગે તે મોહનો ઉદય છે. વસ્તુનું જ્ઞાન કરવાનો મારો સ્વભાવ છે ત્યારે કર્મન બંધાય. જેમ દવા વાપરો તેમ આહાર પણ દવા રૂપે વાપરો. કોઈ પણ વસ્તુ પ્રમાણથી અને સ્વાદ વગર વાપરે. પૂ. રાજશેખરસૂરિ મહારાજા દૂધમાં પાણી નાખીને વાપરે જેથી પચવામાં હલકુ પડે અને દૂધ વિગઈનો રાગ ન થાય. અપ્રમત્તતા જીવનમાં આવે ત્યાં કર્મ નહીં બંધાય. કેમકે રાગનો પરિણામ નહીં પણ સાધનાનો પરિણામ છે. ઈચ્છાના રોધનો પરિણામ સાક્ષાત્ દેખાય.બાહ્ય પ્રવૃત્તિમાં ચિત્ત નહીં, જ્ઞાનની ગરીમા હતી.જીવનને તેની સાથે ઓતપ્રોત કર્યું હતું. વિદ્વાન તો હતા જ, શરીરનું પુણ્ય બિલકુલ નહીં પણ શાસનની અપૂર્વ સેવા કરી છે. સંસારમાં આ અવસ્થામાં હોત તો મહાદુઃખી હોત. અહીંયા સંયમમાં છું તો મને ઘણી સમાધિ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય અને સંયમનાં પ્રભાવે શરીરની વેદના પણ ઘણી વખત ભૂલી જવાય છે. જ્ઞાનસાર-૩ || 310