________________ પામીને જ આનંદ અનુભવે છે. પુદ્ગલમાં જો રાગ પામે છે તો તે જ્ઞાનનો પરિણામ મિથ્યા–ભાવવાળો છે. પુદ્ગલથી આત્માને સુખ મળે જ નહીં. ચારિત્ર મોહનીયના ઉદયે પુગલમાં સુખનો અનુભવ થવો તે આભાસ માત્ર છે એ ઉપયોગ હોવો જોઈએ. જે સુખાભાસ લોભ મોહની સ્પર્શના માત્ર છે. જેમ ઊંઘેલા પુરુષના પગને ઉંદરડી ફૂંક મારતો જાય અને પગને ફોલતો જાય ફૂંકના કારણે પગમાં વેદના થવા છતાં અનુભવાય નહીં તેમ મોહના ઉદયરૂપ સુખાભાસ પણ વિભાવ રૂપે પરિણમેલું છે. સંમૂર્છાિમ એકેન્દ્રિય વિ.ને અવ્યક્ત બોધ હોય, પછીનાને બોધ વિશેષ પણ વિભાવ સ્વરૂપે હોય છે. પતંગિયું–રૂપની આસક્તિ-દીવાનું તેજ ગમે પછી ભલેને તે તેને મારનારું બને પણ રૂપ સારૂં તેવો બોધ તે દર્શન મોહનીય, મોહ વિપર્યાસ કરાવે છે. ભોગવતી વખતે ચારિત્ર-મોહનીયને કારણે વિપર્યાસ કરાવે છે. પવનમાં સુખનો અનુભવ પણ તેમાં કેટલી હિંસા?તે જીવોના શરીર આપણા શરીરને સ્પર્શે તેની ગરમીથી નાશ પામી જાય તેનો ઉપયોગ તો હોવો જોઈએ. ઉપયોગ જેટલો વધારે–તેટલુંમોહનીયનું જોર ઓછું. જે બાહ્ય તપને તપે છે, કષ્ટમય ચારિત્રને આદરે છે અને પૂર્વનું જ્ઞાન ભણે છે પણ જો પરમાં સુખ માને તો તેનું જ્ઞાન મિથ્યા છે. પૂ.હરિભદ્રસૂરિ ફરમાવે છે –વૃતવાન, શીલવાન અને મોક્ષમાર્ગમાં રત હોય પણ જો પરીને અને પરસંગને ધર્મ માને તો તેવો આત્મા જડ છે. સર્વ પર સંયોગોમાં રાગાદિ ભાવથી રહિત થવાનું છે. દેવ-ગુરુ, ધર્મ પ્રશસ્ત આલંબન પણ વ્યવહારથી ઉપાદેયનિશ્ચયથી હેય, નિશ્ચયથી સ્વાત્મા જ માત્ર ઉપાદેય. જે વર્તમાન પ્રશસ્ત સંયોગો દેવ-ગુરુ ધર્મ આલંબન નિશ્ચયથી હેય પણ વ્યવહારથી ઉપાદેય જ્યાં સુધી ઔચિત્ય પૂર્વક આચાર રૂપ વ્યવહાર ધર્મ આત્મામાં ગુણરૂપ રહેલા નિશ્ચય ધર્મ જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી જ્ઞાનસાર-૩ // 39