________________ વર્તમાનમાં પરમાત્માની વ્યવહાર–આજ્ઞાને જ ધર્મ તરીકે સ્વીકાર્યો છે. નિશ્ચય આજ્ઞાનો પણ ભેગો સ્વીકાર થવો જોઈએ તો યથાર્થ થાય નહીંતર વ્યવહારથી વ્યવહાર નીપજે. પુણ્ય બંધાય, નિર્જરા તેમજ આત્માના આનંદની અનુભૂતિ ન થાય. પરંપર વેરિ - પરને પર તરીકે જ જાણે - તે વ્યવહાર યોગ દ્વારા નિપજે નિશ્ચય એ આત્માના ધર્મરૂપે છે તેને તે રૂપે પરિણમે માટે વ્યવહારધર્મ થાય. મન-વચન કાયાના યોગો પર છે. પરંતુ તેમાં નિશ્ચય ભળે તો સાધના રૂપ થાય નહીંતર માત્ર સાધન રૂપે જ રહે. જો વિશિષ્ટ જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય તો પણ સર્વજ્ઞને સર્વજ્ઞના વચન પર અત્યંત બહુમાન-આદરભાવ હોવો જોઈએ. મોહથી છૂટી ગુણમય બનવાનું છે. ધ્યાન, ધ્યેય શુધ્ધતા, ધ્યાતા હોવે એકતાર', ધ્યેય-અનંતર - પરંપર (આત્માની સ્વભાવ–સ્વરૂપની પૂર્ણતા એ ધ્યેય) સાધના - વર્તમાનમાં ક્ષયોપશમથી પ્રગટેલા ગુણોના અંશને યોગમાં ભેળવી દેવા... દા.ત. ખમાસમણ કાયાથી નમનની કિયા, કાયાને નમાવનાર આત્મવીર્ય કાયામાં પરિણમન થાય છે. નમાવે છે કોણ? આત્મવીર્ય કાયાને નમાવે છે તેવો જ્ઞાનોપયોગ તો 'જ્ઞાન શુધ્ધ થયું. મારે મારા પૂર્ણ આત્મવીર્યને પ્રગટાવવાનું છે એ ભાવથી નમન થાય તો જ્ઞાન શુધ્ધ થયું. કાયયોગ દ્વારા ક્રિયા કરતા છતાં કાયાથી છૂટી ગયા - આત્મામાં જોડાઈ ગયા. વચનથી નમનની ક્રિયા - આત્મવીર્ય ભાષાવર્ગણા ગ્રહણ કરી વચનરૂપે પ્રવર્તાવે છે. મારું આત્મવીર્યમાત્ર સ્વગુણોમાં અને આત્મપ્રદેશોમાં જ પૂર્ણ પ્રવર્તે તે માટે અસત્ વચનયોગ પૂર્ણ બંધ અને પંચપરમેષ્ઠિના જ કિીર્તન કે સત્ય વચન યોગરૂપ પ્રવર્તન એ જ વચન યોગ રૂપ નમન છે. જ્ઞાનસાર-૩ || 307