________________ પ્રત્યક્ષ નથી, પણ સર્વજ્ઞ કથિત આગમ છે અને તે આગમ ગુરુની સહાય વિના શક્ય નથી. તેથી ગુરુનું શરણ જરૂરી. ગુરુ શરણ માટે અહમ્ વિસર્જન જરૂરી અને તે માટે તેની સેવા જરૂરી. ગુરુની કૃપાથી જ અનાદિમિથ્યાત્વમંદ પડે તો જ સર્વજ્ઞ વચન પર રુચિ થાય, તો સર્વજ્ઞના વચન ભણવા સમજવા અને સ્વીકારવા પ્રયત્ન થાય. "આપે આપ વિચરતા–મન પામે વિશ્રામ...' રસા સ્વાદ સુખ ઉપજે અનુભવ તાકો નામ.' (અધ્યાત્મબાવની) મનમાં મોહ આવે એટલે વિકલ્પોની હારમાળા ચાલે, મન અશાંત થઈ જાય, ગુરુની સેવાથી પ્રાપ્તકૃપાબળે સર્વજ્ઞ વચન પ્રમાણે તત્ત્વનો નિર્ણય થાય ત્યારે વિકલ્પોનું શમન થાય.જ્ઞાન–નિર્મળ બનશે તેમ તેમ તે સ્વભાવનું આલંબન સ્વીકારશે તેમ તેમ આત્માનુભૂતિ પણ થશે. કેવળ આતમ બોધ હૈ - પરમાર્થ શિવપંથ– તામે જિન્દી મગનતા, સો હિ ભાવ નિગ્રંથ. (સમાધિશતક) જે દષ્ટિ તત્ત્વથી રંગાઈ આત્મ ધર્મમાં જ સ્થિર થાય તેને પોતાના આત્મા સિવાય કયાંય દષ્ટિ જતી નથી અને તેમાં જ મગ્ન બની જાય છે તે જ સાચો નિગ્રંથ છે. આવા મહર્ષિ જ વાસ્તવિક આત્મ રમણતા માણી શકે. જો મોક્ષ માર્ગના મુસાફર બનવું હોય તો દઢ–નિર્ણય કરવો પડશે કે આત્મના ઉપયોગમાં જ રહીશ 'પર' ભાવમાં નહીં જાઉં. આવો દઢ નિર્ધાર સભ્ય જ્ઞાની યથાર્થ તત્ત્વ બોધ જેને હોય તે જ કરી શકે તે જ આત્મગુણોને આત્મ ધર્મ તરીકે સ્વીકારે છે. આત્મામાં રહેલાં જ્ઞાનાદિ ગુણોને ધર્મ તરીકે સ્વીકારવાનાં છે. જ્ઞાનસાર-૩ || 306