________________ પુદ્ગલાનંદી જીવોને જ પુદ્ગલના સંયોગ વડે તૃપ્તિ થાય છે તેવી ભ્રાંતિ થશે.અંતે પુલાદિપર પદાર્થોમાં ખોટો આરોપ–"આ ઘર મારું, આ શરીર મારું, ધન મારું, ઈત્યાદિ પરમાં મારાપણાના ખોટા આરોપ કરશે પણ જે સાચા તત્વજ્ઞાની છે તેઓને આવા ખોટા આરોપ કરવો ઘટે નહીં. જેમ પર સ્ત્રીને પોતાની સ્ત્રી તરીકે મનાતી નથી. પર ધનને પણ પોતાનું ધન મનાતું નથી. બીજાના પુત્રાદિને પણ પોતાના પુત્રાદિમનાતા નથી. તેમતત્ત્વજ્ઞાનીઓને પણ ઘર, ધન, વસ્ત્ર, ભોજન, સ્વજન વગેરે પર પદાર્થોમાં મારાપણાની માન્યતા રૂપ ભ્રમ કે તેના દ્વારા તૃપ્તિ અથવા આનંદ હોતો નથી. સમ્યગુ જ્ઞાની–ગુરુના ચરણ-શરણ વિના સમ્યગુ જ્ઞાનનો અધિકારી બની શકતો નથી. પ્રથમ સેવા પછી સમ્યગુ જ્ઞાનનો અધિકારી બની શકે અર્થાત્ તત્ત્વને પામી આત્મામાં પરિણમન કરી શકે તે માટે ગુરુના ચિત્તની પ્રસન્નતા કરવી જોઈએ. બાહ્ય કોઈ વ્યગ્રતા ન હોય અને જ્ઞાનમાં રહે તેવી અનૂકળતા કરી આપે તો ચિત્તની પ્રસન્નતા મેળવી શકે. ગુરુના ચિત્તની વ્યગ્રતાને દૂર કરે તે સાચો શિષ્ય ગુરુને પરમાત્મા માની સેવા કરવી જોઈએ. 1 મોલની બાત– અને વાટ ગુરુ વિના કોણ બતાવે? | "ગુરુ બિન કૌન બતાવે બાત, ગુરુ બિન કૌન બતાવે વાટ, બડા કઠિન હૈ યમઘાટ.' ગુરુ સાગરમાં ડૂબેલા શિષ્યને પણ બહાર કાઢી શકે છે. ગુરુની પ્રસન્નતા ગુમાવી–તો આપણું કરેલું ગમે તેટલું સારું તે સારૂં બધું અશુભમાં જ પલટાઈ જાય છે. સદ્દગુરુની જરૂર શા માટે? સંપૂર્ણ સત્યના સ્વીકાર રૂપ સમ્યગુદર્શન વિના આત્માના હિતની શરૂઆત નથી. સંપૂર્ણ સત્ય સર્વજ્ઞ વિના શક્ય નથી અને સર્વજ્ઞ વર્તમાનમાં જ્ઞાનસાર-૩ || 305