________________ સર્વ સંયોગો આત્મા માટે દુઃખરૂપ છે. સંયોગોને પર તરીકે સ્વીકારે નહીં ત્યાં સુધી સર્વજ્ઞ–વચનનો સ્વીકાર નહીં, સ્વ સ્વરૂપનો ય સ્વીકાર નહીં માટે સમ્યગદર્શન નહીં અને જ્યાં સુધી સમ્યગદર્શન નહીં ત્યાં સુધી દુઃખ છે. કેવલીને અનંત જ્ઞાન પ્રગટ થયું. તેમાં અનંત વીર્ય ભળ્યું એટલે વીર્યજ્ઞાનમાં સતત પરિણમન પામે. તેથી જ્ઞાનમાં તેમનો ઉપયોગ મૂકવો ન પડે. આત્મવીર્યનિરંતર જ્ઞાનનું કાર્યકરાવે. અનંત ગુણો પ્રગટ થવાથી પૂર્ણાનંદ સ્વભાવ પ્રગટ થયો એટલે સહજાનંદ ગુણ પ્રગટ થશે. કેવલીને દરેક આત્મા સિધ્ધસ્વરૂપે જોવાય-જણાય. પર વસ્તુથી જાતને મહાન માનવી તે અજ્ઞાનતા છે, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા પર વસ્તુ કિંમતી છે મહાન છે એવી માન્યતા તે જ મિથ્યાત્વ. આ જગતમાં કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો તે આત્માની સંપત્તિ જ છે પરમાં કિંમતીપણાનો આરોપ તે મિથ્યાત્વ છે. a આત્મા–આત્માંથી કેમ ખસી જાય છે? કેમકે હું આત્મા જ છું એવો નિર્ણય સર્વજ્ઞ તત્ત્વથી નથી થયો માટે. સર્વજ્ઞ તત્ત્વથી જે નિર્ણય થાય તે જ સાચો જ્ઞાની. બાકી બધા અજ્ઞાની. મુહપત્તિના ૧લા બોલમાં 'સ્વ' માટે સાધના કરવાની છે જે શુધ્ધિ કરવાની છે અને આત્મગુણોમાં વૃધ્ધિ કરી પરમાનંદને પામવાનું છે. સૂત્ર-અર્થ-તત્વ કરી સદ્દમાં આવી જાય છે. તેનો રુચિ પરિણામ જાગી જવો તે જ સમ્યગદર્શન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી. સ્વતંત્ર અસ્તિત્વ છે. પોતાના અસ્તિત્વને ગુમાવતાં નથી. સ્વદ્રવ્ય જો પરદ્રવ્યમાં અસ્તિત્વ ગુમાવી તે મય બની જાય તો વાંધો ન આવે. જ્યારે તાંબુ સુવર્ણમય બની જાય તો સુવર્ણના અસ્તિત્વમય બની જાય છે. લોઢું / અગ્નિ બને એકમેક બની જાય છે પણ પોતાનું અસ્તિત્વ ગુમાવતાં નથી. એક પુદ્ગલ દ્રવ્ય પોતાનું પરિણમન આત્મામાં કરે છે તે પણ ભ્રાંતિ સ્વરૂપે છે. આથી નક્કી થાય છે કે પરદ્રવ્ય આત્મમય બની શકતું નથી. જ્ઞાનસાર-૩ // 303