________________ અનિત્ય કહેવાય. શરીર નામ પણ સાર્થક છે. શક્તિ તિ શીરા જે ક્ષય પામે તે શરીર. શરીરમાંથી ફુવારાની જેમ પરમાણુઓનો પ્રવાહ છુટો પડતો હોય છે. જે છાયા, ફોટાદિમાં જણાય છે. ઉપવાસાદિતપમાં આહારાદિ પુદ્ગલો ન મળતા શરીર કૃશ પામતું જાય. છ માસ ઉપવાસ કરવાથી શરીર કૃષ થાય છતાં મૃત્યુ થતું નથી. જો શરીરને સંપૂર્ણ આહાર અને શ્વાસોચ્છવાસના પુદ્ગલો બંધ કરવામાં આવે તો માણસ મૃત્યુ પામે. છતાં માસ ચોવિહાર ઉપવાસ કરવા છતાં મૃત્યુ ન પામે તેનું કારણ શરીરના છિદ્રો દ્વારા વાતાવરણમાંથી લોમાઆહાર અને શ્વાસોચ્છવાસના પુદ્ગલો ગ્રહણ કરી લે. આથી આહારાદિ પુદ્ગલથી શરીરાદિ પુષ્ટ તગડુ થાય પણ આત્મા અરૂપી હોવાથી તે પુદ્ગલથી પુષ્ટ ન થાય. આત્મા પુદ્ગલને શા માટે ન ભોગવી શકે? સહુથી વધારે રાગનું કારણ શરીરનો સંયોગ છે. શરીર રૂપ પુગલમાંથી ભોગ્ય ભાવ કાઢી નાખવો. કેમકે તે આત્મા માટે હેય છે. ભોગવવાનો પરિણામ તે જ મોહ છે. પુદ્ગલ આત્માને ભોગ્ય નથી. કેમકે તે આત્માથી પર છે તેથી તે આત્મામાં પ્રવેશ પામી શકતું નથી. કારણ કે આત્મા અરૂપી છે અને શરીર રૂપી છે. આથી અરૂપી કયારેય રૂપીનો ભોગવટો ન કરી શકે. a પરમાત્માનું આલંબન શા માટે? પરમાત્માનું આલંબન લેવાનું કારણ તેઓએ પોતાના ગુણોને પ્રગટ કર્યા છે. આપણા આત્માના ગુણોને પ્રગટ કરવા તેઓનું આલંબન લેવાનું છે. એટલે આત્મામાં નિશ્ચય ઘટે કે આપણો આત્મા અરૂપી છે તે અરૂપી એવા ગુણોને જ ભોગવી શકે. પ્રભુએ સાધના દ્વારા સિધ્ધિ મેળવી છે તો મારે પણ સાધના દ્વારા ગુણો પ્રગટ કરવાના છે. પ્રભુના આત્મદ્રવ્યમાં આપણું આત્મદ્રવ્ય પ્રવેશી ન શકે. એટલે આપણે જ આપણા આત્મામાં રહેલાં ગુણોને સ્વયં પ્રગટ કરવાના છે. જ્ઞાનસાર-૩ || ૩૦ર