________________ સિદ્ધાવસ્થાનું આલંબન લેવામાં આવે તો અપૂર્વ શક્તિઓ પ્રગટ થશે. ગમે તેટલો બિમાર હોય પણ હું બિમાર છું જ નહીં એમ માને તો માનસિક રૂપે અડધો રોગ ચાલ્યો જાય. જે આત્માને સ્વ-પરનું ભેદજ્ઞાન નથી થયું તેનો આત્મા ગમે તેટલો ભણેલો હોયવિદ્વાન હોય, સાધુ હોય તો પણ અજ્ઞાની જ છે. ભેદજ્ઞાનવિનાનું જ્ઞાન અશુધ્ધ ને તે જ્ઞાન આત્માને લાભકારક ન થાય. વર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી આત્મ–વીર્ય-આત્મગુણોમાં પ્રવૃત્ત થાય. આત્મામાં જે પ્રગટ થાય તે અરૂપી ગુણ જ પ્રગટ થાય. ગુણોનો બે પ્રકારે સંબંધ (1) તાદાભ્ય ભાવે () સંયોગાત્મક (આત્માના ગુણો) આત્માસિવાયનું બધું આત્મા સાથે સંસાર એટલે સંયોગાત્મક સંબંધે. દરેક દ્રવ્યના પોતાના જે વિશેષ ગુણ રૂપે છે તે દરેક દ્રવ્યના ગુણો તાદાભ્ય સ્વરૂપે જ હોય. આથી એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં પ્રવેશી શકે નહીં. સંસાર એટલે પર સંયોગ એ જ સંસાર–અને મોક્ષ એટલે સ્વઆત્મ દ્રવ્ય અને તેમાં રહેલા ગુણોની પૂર્ણતાના રૂપ થવું તે. આમ સંસાર અને મોક્ષનો નિર્ણય સ્વાત્મામાં નહીં થાય ત્યાં સુધી આત્મા સાથે સંયોગરૂપે રહેલો કર્મો કષાયો–કાયાદિ છુટયા પછી પણ મોક્ષ સાધના બને નહીં. "જ્યાં લગે પર સંયોગી આત્મા, તિહાં લગે સંસારી કહેવાય." (પૂ. આનંદઘનજી) પર સંયોગ એવિયોગના સંબંધવાળું છે માટે પર સંયોગી વસ્તુ સાથે આત્મા ન રહી શકે માટે તાદાભ્ય સંબંધવાળી વસ્તુ સાથે જ સંબંધ કરાય. આત્મા અને આત્મામાં રહેલ ગુણો શાશ્વત છે. ગુણોની શાશ્વતતાના નિર્ણય જ્ઞાનસાર–૩ // 300